શહીદ દીકરાની તસવીર જોઈને ભાવુક થઇ ગઈ માતા, ધ્રુસકે ધ્રુસકે રડતા રડતા રૂમાલથી સાફ કરીને કરતી રહી ચુંબન, વીડિયો જોઈને તમે પણ રડી પડશો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ ઘણા વીડિયો એવા હોય છે જે ભાવુક કરી દેતા હોય છે, તેમાં પણ દેશભક્તિ સાથે જોડાયેલી ઘટનાઓને જોવાનું લોકો વધારે પસંદ કરે છે, હાલ એવો જ એક ભૌવક કરી દેનારો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક માતા પોતાના શહીદ દીકરાની તસવીરને ચુમતી જોવા મળી રહી છે.

વીડિયોમાં પોસ્ટર પર એક માતા પોતાના શહીદ પુત્રની તસવીરને વારંવાર ચુંબન કરી રહી છે. આ વીડિયો જેને પણ જોયો તેની આખો ભીની થઇ ગઈ. જવાનની શહાદતને દરેક લોકો સલામ કરી રહ્યા છે. યુઝર્સ પણ આ અંગે ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.  વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક માતા પોતાના શહીદ પુત્રની તસવીર જોઈને ખૂબ જ ભાવુક થઈ જાય છે.

વીડિયોમાં એ પણ જોવા મળી રહ્યું છે કે ક્યારેક તે પુત્રના ચિત્રને રૂમાલથી લૂછી નાખે છે તો ક્યારેક ચિત્રને ચુંબન કરે છે. તેના આંસુ રોકાવાનું નામ નથી લઈ રહ્યા. માતાનો શહીદ પુત્ર પ્રત્યેનો પ્રેમ અને લાગણી જોઈને સ્થળ પર હાજર લોકો પણ ભાવુક થઈ ગયા. આ ઘટનાનો વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ વીડિયો છત્તીસગઢના સુકમા જિલ્લાના દોર્નાપાલનો છે. શહીદ જવાનો માટે અહીં એક સ્મારક બનાવવામાં આવ્યું હતું, જેમાં શહીદોના પરિવારજનો પહોંચ્યા હતા. આ દરમિયાન જ્યારે શહીદ જવાનની માતાએ પોતાના પુત્રની તસવીર જોઈ તો તે પોતાની જાતને રોકી શકી નહીં. તેની આંખોમાંથી આંસુ વહી ગયા.

સુકમા જિલ્લાના કસલપાડમાં જવાન પીએલ માંઝીનું શહીદ થયા હતા. તેમની તસવીર જોઈને તેની માતા શર્મિલા માંઝી પોતાને રોકી ન શકી. પોસ્ટરમાં છપાયેલી તસવીર પર માતાએ પુત્રના માથા પર હાથ મૂક્યો હતો. આ વીડિયો જોઈને બધાની આંખોમાં આંસુ આવી ગયા. પી.એલ. માંઝી મૂળ ઓડિશાના બારડોલમાં રહેતા હતા, જેમણે નક્સલવાદીઓ સામે લડતા બલિદાન આપ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

2014માં જિલ્લાના ચિંતલનાર પોલીસ સ્ટેશન વિસ્તારના કસલપાડમાં 14 જવાનોએ નક્સલવાદીઓ સામે લડતા શહીદી વહોરી હતી.  8 વર્ષ પછી CRPF 223 એ તેના 11મા સ્થાપના દિવસ પર મુખ્યાલયમાં બલિદાન સ્મારક બનાવ્યું, જેમાં તે સૈનિકોના નામો લખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બલિદાન આપનાર સૈનિકોના સંબંધીઓને પણ બોલાવવામાં આવ્યા હતા અને આ પ્રસંગે સીઆરપીએફના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Niraj Patel