ઇન્ટરનેટ ઉપર લોકોનું દિલ જીતી રહ્યો છે પક્ષીનો આ માળો, એવી કારીગરીથી બનાવ્યો કે એન્જીનીયર પણ ફેલ લાગશે, જુઓ વીડિયો

કુદરતનો કરિશ્મા ખુબ જ અનોખો છે. આપણે ઘણીવાર એવા કુદરતી નજારા જોયા હશે જેને જોઈને આપણી આંખો પણ ચાર થઇ જાય. કુદરતની રચના આગળ વૈજ્ઞાનિકો અને ઇજનેરો પણ ફેલ થતા લાગે. તમે ઘણા પક્ષીઓના માળા જોયા હશે, જેને જોઈને તમને પણ જોતા જ રહેવાનું મન થાય. પરંતુ શું તમે ક્યારેય પક્ષીઓના માળાને બનતા જોયા છે ?

સોશિયલ મીડિયા પર પક્ષીનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પક્ષીની 51 દિવસની સફરને બે મિનિટ અને 13 સેકન્ડના વીડિયોમાં ફિલ્માવવામાં આવી છે. આમાં, પક્ષી તેના બચ્ચા માટે માળો બનાવે છે. ઈંડાને આપે છે અને થોડા દિવસોમાં તે ઈંડા બચ્ચાઓનું રૂપ લઈ લે છે. પક્ષીની યાત્રાને એવી અદ્ભુત રીતે દર્શાવવામાં આવી છે કે જે પણ તેને જોશે તે ખુશ થઈ જશે.

સોશિયલ મીડિયા પર વિડિયો શેર કરનાર યુઝરનું નામ બ્યુટેન્જેબીડેન છે. તેણે વિડીયોમાં કેપ્શન આપ્યું છે “મહેનતુ માતા.” આ વીડિયો જોઈને લાગે છે કે તેને બનાવવા માટે ઘણી મહેનત કરવામાં આવી છે. યુઝરે પક્ષી દ્વારા બનાવેલા માળાની એકદમ નજીક એવી જગ્યાએ કેમેરા ફીટ કર્યા છે, જ્યાંથી આખી ઘટના જોઈ શકાય છે. વીડિયોમાં પક્ષીની 51 દિવસની મુસાફરી માત્ર બે મિનિટ અને 13 સેકન્ડમાં બતાવવામાં આવી છે.

વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે માતા તેના બાળકો માટે માળો બનાવે છે. પછી ઇંડા આપે છે. વિડિયો ધીમે ધીમે આગળ વધે છે અને પછી અમે વિડિયોમાં જોઈએ છીએ કે કેવી રીતે ઈંડા બચ્ચાઓનું રૂપ ધારણ કરે છે અને થોડા જ દિવસોમાં તે નાના પક્ષીઓ બની જાય છે. દરમિયાન તેની માતા તેના માટે ભોજન લાવે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 20 મિલિયન કરતા પણ વધુ લોકો જોઈ ચુક્યા છે.

Niraj Patel