મહીસાગરમાં હાર્ટ એટેકથી માતા-પુત્રના મોત, પુત્રના મૃત્યુ બાદ 5 મિનિટમાં જ માતાએ ગુમાવ્યો જીવ, એક જ ઘરમાંથી બે અંતિમ યાત્રા નીકળી-વાંચો સમગ્ર અહેવાલ
છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં હાર્ટ એટેકથી મોતના ચિંતાજનક મામલા સામે આવી રહ્યા છે. ત્યારે મોટા લોકો સાથે સાથે યુવા અને કિશોરોના પણ મોત થઇ રહ્યા છે. હાલમાં મહિસાગરના લુણાવાડામાં પુત્રનું હાર્ટ એટેકથી મોત થયા બાદ આઘાતમાં માતાનું પણ મોત થયુ હોવાનું સામે આવ્યુ છે.
એક જ પરિવારમાંથી માતા-પુત્રની સાથે અંતિમ યાત્રા સાથે નીકળતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, લુણાવાડાના દલવાઈ સાવાલી ગામના વતની 56 વર્ષીય અશ્વિનભાઈ પટેલને રવિવારના રોજ રાત્રે અચાનક હાર્ટ એટેકનો હુમલો આવ્યો અને તે બાદ તેમને સારવાર માટે બાલાસિનોર લઇ જવામાં આવી રહ્યા હતા કે તેમનું રસ્તામાં જ મોત નીપજ્યું.
જ્યારે પરિવારજનો અશ્વિનભાઈના મૃતદેહને લઈ વતન દલવાઈ સાવલી ખાતે આવી રહ્યા હતા ત્યાં 86 વર્ષીય માતા ધૂળીબેનને પુત્રનો મૃતદેહ જોઈ આઘાત લાગ્યો અને તેમનું પણ થોડી જ મિનિટોમાં મોત થયુ. ત્યારે એક જ ઘરમાંથી બે-બે અંતિમ યાત્રા નીકળતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા.