IPL 2024ની હરાજીમાં ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ કરી રહી છે ફ્રેન્ચાજીઓ, પેટ કમિન્સનો 20.5 કરોડનો રેકોર્ડ ગણતરીના સમયમાં જ તૂટ્યો

IPL 2024ના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો મિચેલ સ્ટાર્ક, કોલકાત્તા નાઈટ રાઇડર્સે અધધધ કરોડ રૂપિયા ચૂકવીને ખરીદ્યો, ઓસ્ટ્રેલિયા ખેલાડીઓ પર રૂપિયા વેરતી જોવા મળી ફ્રેન્ચાજીઓ, જુઓ કોણ કેટલામાં વેચાયું ?

Most expensive player of IPL 2024 : IPL 2024ને લઈને આખો દેશ ઉત્સાહિત છે, ત્યારે આજે દુબઈમાં ખેલાડીઓની બોલી પણ શરૂ થઇ ગઈ છે. ત્યારે ફ્રેન્ચાજીઓ ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ કરતી જોવા મળી રહી છે. ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. હરાજીના ચોથા રાઉન્ડમાં મિશેલ સ્ટાર્ક પર પૈસાનો વરસાદ થયો છે. મિશેલ સ્ટાર્કને કોલકાતા નાઈટ રાઈડર્સે 24 કરોડ 75 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.

મિચેલ સ્ટાર્ક બન્યો સૌથી મોંઘો ખેલાડી :

મિચેલ સ્ટાર્ક IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. ચોથા રાઉન્ડમાં અલઝારી જોસેફને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 11 કરોડ 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સિવાય ઉમેશ યાદવને ગુજરાત ટાઇટન્સે 5 કરોડ 80 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. હરાજીના બીજા રાઉન્ડમાં પેટ કમિન્સને સનરાઈડર્સ હૈદરાબાદે 20 કરોડ 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. કમિન્સ IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. તેમના સિવાય ભારતીય ખેલાડી હર્ષલ પટેલને પંજાબે 11 કરોડ 75 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.

કોણ કેટલામાં વેચાયું ? :

જ્યારે ડેરેલ મિશેલને ચેન્નાઈ સુપર કિંગ્સે 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. હરાજીના પ્રથમ રાઉન્ડમાં, પ્રથમ બોલી રોમન પોવેલ પર લગાવવામાં આવી હતી, જેને રાજસ્થાન રોયલ્સ દ્વારા 7.40 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે હેરી બ્રુકને દિલ્હી કેપિટલ્સે 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. હરાજીના પ્રથમ સેટમાં વેચાયેલો છેલ્લો ખેલાડી ટ્રેવિસ હેડ હતો, જેને સનરાઇઝર્સ હૈદરાબાદે 6 કરોડ 80 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. કરુણ નાયર, મનીષ પાંડે, સ્ટીવ સ્મિથ અને દક્ષિણ આફ્રિકાના રિલે રૂસી પ્રથમ સેટમાં વેચાયા વગરના રહ્યા.

GT અને KKR વચ્ચે જામ્યો હતો જંગ :

આઈપીએલ 2024ની હરાજીમાં જ્યારે મિશેલનું નામ સામે આવ્યું ત્યારે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સે બિડિંગની શરૂઆત કરી હતી. બંનેના પર્સમાં 11 કરોડ રૂપિયા બાકી હતા. આ પછી દિલ્હી કેપિટલ્સે મિશેલને રૂ. 10 કરોડમાં ખરીદવાથી પીછેહઠ કરી. ત્યારબાદ KKRએ હરાજીમાં નવી એન્ટ્રી કરી. KKR એ મિશેલ પર 10.25 કરોડ રૂપિયાની પહેલી બોલી લગાવી હતી. KKRની એન્ટ્રી જોઈને મુંબઈ ઈન્ડિયન્સે પણ પોતાને અલગ રાખ્યા હતા. ત્યારબાદ ગુજરાત ટાઇટન્સ પ્રવેશી અને KKR સાથે ભીષણ જંગ જોવા મળ્યો.

Niraj Patel