રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બજારમાં વેચાઈ રહી છે આ ખાસ મીઠાઈ, એક કિલોની કિંમત છે 25,000 રૂપિયા, જાણો એવું તો શું છે ખાસ ?

શ્રાવણ મહિનાની શરૂઆત થતા જ તહેવારોની સીઝન પણ શરૂ થઇ ગઈ, હવે થોડા દિવસમાં જ રક્ષાબંધનનો તહેવાર પણ આવી રહ્યો છે અને રક્ષાબંધન ઉપર બહેન ભાઈ માટે ખાસ મીઠાઈ લઈને જતી હોય છે અને ભાઈના કાંડા ઉપર રાખડી બાંધતી હોય છે, ત્યારે તહેવારોમાં મીઠાઈઓના ભાવ પણ આસમાને પહોંચી જાય છે, હાલ એવી જ એક મોંઘીદાટ મીઠાઈ ચર્ચામાં આવી છે. જેની કિંમત 25 હજાર રૂપિયા પ્રતિકિલો છે.

ઉત્તર પ્રદેશના આગ્રામાં એક દુકાને “ગોલ્ડન ઘેવર” નામની ખાસ મીઠાઈ તૈયાર કરી છે. ઘેવર એ પરંપરાગત રાજસ્થાની મીઠાઈ છે જે દૂધ, ઘી, મેંદો, ખાંડ અને ડ્રાયફ્રૂટમાંથી બનાવવામાં આવે છે. જો કે આ દુકાન પર 24 કેરેટ સોનાના કોટિંગથી ઘેવર તૈયાર કરવામાં આવ્યું છે. આગ્રાના શાહ માર્કેટ પાસે બ્રજ રસાયણ સ્વીટ્સ ભંડાર દ્વારા ખાસ મીઠાઈ તૈયાર કરવામાં આવી છે. આ મીઠાઈ ખરીદવા લોકો ઉમટી રહ્યા છે. અત્યાર સુધીમાં 12 કિલો ગોલ્ડન ઘેવરનું વેચાણ થયું છે.

હવે અમે તમને આ મીઠાઈ બનાવવાની કિંમત વિશે જણાવીએ. ગોલ્ડન ઘેવરની કિંમત ₹25,000 પ્રતિ કિલો છે કારણ કે તે 24 કેરેટ સોનાના કોટિંગ સાથે વેચાઈ રહી છે. ANI હિન્દીએ એક વીડિયો ટ્વીટ કરીને આ સ્વીટ વિશે જણાવ્યું છે કે આગ્રામાં ‘ગોલ્ડન ઘેવર’ ખાસ બનાવવામાં આવી રહી છે. ગોલ્ડન ઘેવરની કિંમત 25,000 રૂપિયા પ્રતિ કિલો છે. આ ઘેવરની ખાસિયત એ છે કે તે 24 કેરેટ સોનાથી મઢાયેલું છે.

ગોલ્ડન ઘેવર એ પિસ્તા બદામ, મગફળી, અખરોટની સાથે અનેક બદામનું મિશ્રણ છે. ટોચ પર આઈસ્ક્રીમ ફ્લેવર્ડ ક્રીમનું સ્તર પણ છે. કોવિડના બે વર્ષ બાદ પ્રથમ વખત તીજ અને રક્ષાબંધન પર બજારમાં તેજી જોવા મળી રહી છે. તહેવારોની તારીખ જેમ જેમ નજીક આવશે તેમ તેમ બજારમાં લોકોની ભીડ પણ વધશે.

બ્રજ રસાયણ સ્વીટ્સ ભંડારના માલિક તુષાર ગુપ્તાના જણાવ્યા અનુસાર, આ ગોલ્ડન ઘેવર કોરોના સમયગાળા પછી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લોકોને નવો સ્વાદ આપવા માટે બનાવવામાં આવ્યો છે. તેમાં પિસ્તા, બદામ, મગફળી, અખરોટની સાથે ઘણા ડ્રાય ફ્રુટ્સનું મિશ્રણ હોય છે. આ પછી ઉપર આઈસ્ક્રીમ ફ્લેવરની ક્રીમ છે. તેમણે જણાવ્યું કે મલાઈની ટોચ પર ઘેવર પર 24 કેરેટ સોનાનું વર્ક ચડાવવામાં આવ્યું છે. આ પછી બીબી શેફાનને ટોપ પર રાખવામાં આવ્યા છે.

આ મીઠાઈ માટે  ઘણી મહિલાઓએ અગાઉથી ઓર્ડર આપી દીધો છે. 12 કિલો ગોલ્ડન ઘેવરનું વેચાણ થયું છે. અમે તેને ઓર્ડર પર બનાવીએ છીએ કારણ કે તે ખર્ચાળ છે. તે ઘણા દિવસો સુધી ખરાબ નહીં થાય. સોશિયલ મીડિયામાં આ મીઠાઈનો વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને ઘણા લોકો આ મીઠાઈ અને તેના ભાવ જાણીને હેરાન પણ રહી ગયા છે.

Niraj Patel