આ મહિલા ક્રિકેટર્સની ખૂબસુરતી આગળ બોલિવુડ અભિનેત્રીઓ પણ લાગે છે ફિક્કી, જુઓ તસવીરો

મહિલા ક્રિકેટરોને તમે ઘણીવાર ક્રિકેટ ગ્રાઉન્ડ પર જોઇ હશે. પરંતુ જયારે તેઓ મેદાનથી બહાર હોય છે ત્યારે તેમની ખૂબસુરતીના જલવા જોવા મળે છે. તેમની અનેક તસવીરો તેઓ સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. રમતની સાથે સાથે મહિલા ખેલાડીઓની સુંદરતાના ચર્ચા પૂરી દુનિયામાં થાય છે. તો આજે આપણે જાણીશુ કેટલીક મહિલા ખેલાડી વિશે જેઓની ખૂબસુરતીના ચર્ચા પૂરી દુનિયામાં થતા રહે છે.

1.સ્મૃતિ મંધાના : ભારતીય મહિલા ટીમની તાબડતોડ ઓપનર સ્મૃતિ મંધાના એેક શાનદાર ખિલાડી છે. વર્ષ 2017ના મહિલા વિશ્વ કપમાં સદી મારી સ્મૃતિ ચર્ચામાં રહી હતી.

સ્મૃતિ મંધાનાના ચાહકો તેમની રમત સાથે સાથે તેમની ખૂબસુરતીના પણ દીવાના થઇ ગયા હતા.

2.તાનિયા ભાટિયા : વિકેટકિપર તાનિયા ભાટિયા ભારતનો ઉભરતો સિતારો છે. તાનિયા ભારતીય ટીમમાં તેમના સ્થાનને મજબૂત કરવામાં લાગી છે. તેમણે વર્ષ 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ હતુ અને તે બાદ તેઓ ભારતીય ટીમની સભ્ય બની ગઇ હતી.

તાનિયા ભાટિયા અંડર-19 ટીમમાં પંજાબનું પ્રતિનિધિત્વ કરનાર સૌથી ઓછી ઉંમરની ખેલાડી છે અને ભારતની મહિલા ટીમનું પ્રતિનિધિત્વ કરનાર ચંડીગઢની પહેલી ખેલાડી છે. તાનિયા ભાટિયાને તેના પિતા, કાકા અને ભાઇ સાથે ક્રિકેટનું પારિવારિક બેકગ્રાઉન્ડ મળ્યુ છે. તે અત્યાર સુધી 9 વન ડે અને 29 ટી20 ઇંટરનેશનલ મેચ રમી ચૂકી છે.

3.એલિસ પેરી : ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટર એલિસ પેરી દુનિયાની સૌથી ખૂબસુરત મહિલા ક્રિકેટરમાંની એક છે. પેરીએ લગભગ 16 વર્ષની ઉંમરમાં ઓસ્ટ્રેલિયાઇ રાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટીમ અને ઓસ્ટ્રેલિયાઇ રાષ્ટ્રીય ફુટબોલ ટીમ બંને માટે પોતાની શરૂઆત કરી હતી.

એલિસ ઓસ્ટ્રેલિયાની પહેલી એવી ક્રિકેટર છે જેણે 100 ટી20 ઇંટરનેશનલ રમતમાં પ્રતિનિધિત્વ કર્યુ છે. તે એકમાત્ર એવી ખેલાડી છે જેણે ક્રિકેટ અને ફુટબોલ વિશ્વકપ બંનેમાં જોવા મળી છે. ઓલરાઉંડર એલિસ પેરી 103 વન ડે મેચ પણ રમી ચૂકી છે.

4.સારા ટેલર : સારા ટેલર દુનિયાની સૌથી સફળ મહિલા વિકેટકિપર બલ્લેબાજોમાંની એક છે. સારાની ચર્ચા જેટલી તેની રમતને કારણ છે તેનાથી પણ વધારે લોકો તેમની ખૂબસુરતીને પસંદ કરે છે. સારાએ વર્ષ 2017માં તેના 13 વર્ષ લાંબાં કરિયર બાદ ક્રિકેટને અલવિદા કહ્યુ હતુ.

સારા તેના ફોટોશૂટને લઇને પણ ચર્ચામાં રહી હતી. તેણે ઘણી નાની ઉંમરમાં કેટલાય પુરસ્કાર જીત્યા છે. વર્ષ 2012 અને 2014માં સતત બે વર્ષો સુધી તેને ટી20 મહિલા ક્રિકેટર ઓફ ધ યર નોમિનેટ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sarah Taylor (@sjtaylor30)

વર્ષ 2014માં તેણે ICC મહિલા વનડે ક્રિકેટર ઓફ ધ યર પુરસ્કાર પણ જીત્યો હતો. તમને જણાવી દઇએ કે, સારા ટેલર ઓસ્ટ્રલિયામાં પુરુષોની ગ્રેડ ક્રિકેટ રમનારી પહેલી મહિલા ક્રિકેટર બી,જયર તે 2015માં નોર્થન ડિસ્ટ્રિક્ટ માટે વિકેટકિપરના રૂપમાં ઉતરી. ઇન્સ્ટાગ્રામ પર સારાની ઘણી મોટી ફેન ફોલોઇંગ છે.

5.કાયનાત ઇમ્તિયાઝ : ખૂબસુરત મહિલા ક્રિકેટરોમાં પાકિસ્તાનની કાયનાત ઇમ્તિયાઝ પણ સામેલ છે. તે એક ગેંદબાજ છે. ખૂબસુરતીના મામલે કાયનાત અભિનેત્રીઓને પણ માત આપે છે. કાયનાતે વર્ષ 2010માં પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ હતુ. કાયનાત ક્રિકેટ ઉપરાંત કેટલીક અન્ય રમતમાં પણ પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે.

Shah Jina