એ દિવસે મેં મારી દીકરીની વાત માની હોતી તો અમે બંને પણ માર્યા જાતા, અકસ્માતમાં બચેલ પિતા-પુત્રીની કહાની

કેટલાક અકસ્માત અથવા ઘટનાઓ એવી હોય છે જે આપણને જીવનભર યાદ કરહે છે અને એમાંની જ એક ઘટના છે ગુજરાતના મોરબીમાં 30 ઓક્ટોબર રવિવારના રોજ બનેલી ઝૂલતો પુલ તૂટવાની. મોરબીની શાન ગણાતો ઝૂલતો પુલ તૂટી ગયો અને નદીમાં પડી ગયો. જેને કારણે સરકારી ચોપડે નોંધાયેલ આંકડા મુજબ 140 જેટલા લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતા જ બચાવ અને રાહત કામગીરી ચાલુ કરવામાં આવી હતી. સેનાની ત્રણેય પાંખો પણ મદદ માટે આવી હતી. ત્યારે આવા સમયે ઘણા લોકો સ્વેચ્છાએ મદદ કરતા પણ જોવા મળ્યા હતા.

જેમાંના એક વ્યક્તિ સાથે લલ્લનટોપ દ્વારા વાતચીત કરવામાં આવી હતી. લલ્લનટોપની ટીમ મોરબીના મચ્છુ નદીના કિનારે પહોંચી હતી, જ્યાં પુલ તૂટવાની ઘટના બની હતી. સંજય સેઠે લલ્લનટોપ સાથે વાતચીતમાં જણાવ્યુ હતુ કે, તેઓ ઘટનાના રાત્રે 11 વાગ્યાથી સવારે લગભગ 7 વાગ્યા સુધી ઘટનાસ્થળે હાજર રહ્યા હતા. તેઓ બીજા દિવસે પણ જ્યારે રેસ્કયુ ઓપરેશન ચાલી રહ્યુ હતુ ત્યારે સવારે 10 વાગ્યાથી ત્યાં હાજર હતા.

તેઓએ જણાવ્યુ કે, જ્યાં સુધી ઓપરેશન ચાલુ રહેશે ત્યાં સુધી ચા-પાણી, સૂકો નાસ્તો અને ખાવાની વસ્તુ તેમજ જે પણ લોકો બચાવ કામગીરી કરી રહ્યા છે તે લોકો માટે પાણીની બોટલો હાજર છે. તેઓ કેટરસનું કામ કરે છે અને તેમની સાથે તેમનો સ્ટાફ પણ ઘટનાસ્થળે હાજર હતો. તેઓએ જણાવ્યુ કે, તેમને આ ઘટના વિશે 6.30 વાગ્યે ખબર પડી હતી અને ત્યારે તેઓ તેમના કામ પર હતા. તેમણે જણાવ્યુ કે, મોરબીના જે આરિફભાઇ છે તે અહીંના લોકલ માણસ છે.

તેમણે સૌ પહેલા જોયુ અને તરત જ તેમણે 20 મિનિટમાં 25 લોકોને નીકાળ્યા જેમાંના 17 લોકો મરી ગયા હતા અને બાકીનાને તેણે બચાવ્યા હતા. આ સાથે ગર્વમેન્ટ અને અન્ય લોકોએ પણ બચાવ કામગીરી કરી હતી. આરિફભાઇએ 4 લોકોને મોંથી શ્વાસ આપી બચાવ્યા હતા. એક યુવક કમલેશ મોદીએ જણાવ્યુ કે, મોરબી એક પૂરો દિવસ બંધ હતુ કારણ કે લોકોએ શોક મનાવ્યો. કોઇએ કહ્યુ ન હતુ કે તમે દુકાન બંધ કરો પણ તેમણે સ્વેચ્છાએ શોક મનાવ્યો.

તેમણે જણાવ્યુ કે, તંત્રની ટીમે ઘણુ સારુ કામ કર્યુ અને ઘણા લોકોને બચાવ્યા. સંજયભાઇએ જણાવ્યુ કે, તેમની દીકરીએ પણ તેમને કહ્યુ હતુ કે ઝુલતા પુલ પર જઇએ પરંતુ તેમને કામ હોવાને કારણે તેઓ ગયા નહોતા અને તેને કારણે તેઓ બચી ગયા હતા. તેઓએ કહ્યુ કે, મારા નસીબમાં હતુ પરિવાર સાથે રહેવાનું નહિ તો આજે હું પણ પરિવારથી વીખૂટા પડી જતા.

સૌજન્ય : લલ્લનટોપ

Shah Jina