આ શેરે 2 વર્ષમાં જ રોકાણકારોને આપ્યુ છપ્પરફાડ 11000% રિટર્ન, 1 લાખના બનાવી દીધા 1.1 કરોડ

ખુશખબરી….2 વર્ષમાં જ રોકાણકારોના 1 લાખના બનાવી દીધા 1.1 કરોડ, જલ્દી જુઓ ક્યાંક તમારી પાસે આ શેર નથી ને

બ્રોકિંગથી લઇને વેલ્થ મેનેજમેન્ટ સુધીની સેવાઓ આપનારી કંપની મૂંગિપા સિક્યોરિટીઝ લિમિટેડના શેરોમાં એકવાર ફરી વધારો જોવા મળ્યો છે. આજે એટલે કે 23 ડિસેમ્બરના રોજ આ શેરની કિંમત 311.70 છે, જ્યારે તે 19 ડિસેમ્બરે 5 ટકા અપર સર્કિટ લાગી 256.55 રૂપિયાના ઊંચા સ્તર પર પહોંચ્યો હતો. એ સતત ચોથો દિવસ બતો જ્યારે મૂંગિપા સિક્યોરિટીઝના શેરોમાં અપર સર્કિટ લાગી હતી. આ 4 દિવસોમાં કંપનીનો શેર 21.50% ઉછળ્યો હતો. લગભગ 1 હજાર કરોડના માર્કેટવાળી Moongipa Securitiesની ગણતરી ટોપ મલ્ટીબેગર શેરોમાં થાય છે.

માત્ર 2 વર્ષમાં જ આ શેરે તેના રોકાણકારોને બંપર રિટર્ન આપી લખપતિથી કરોડપતિ બનાવી દીધા છે. Moongipa Securitiesના શેર 2 વર્ષ પહેલા 11 ડિસેમ્બર 2020ના રોજ 2.30 રૂપિયા હતા, જે છેલ્લા 2 વર્ષમાં 11000%થી પણ વધુ વધ્યા છે. એનો મતલબ એ કે જો કોઇ રોકાણકારે એ સમયે 1 લાખ રોક્યા હોત તો આ સમયે તેના 1 લાખના 1.10 કરોડ રૂપિયા થઇ ગયા હોત. Moongipa Securitiesના શેરોએ આ વર્ષે પણ પોતાના રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપ્યુ છે. વર્ષ 2022ની શરૂઆતમાં આ શેર BSE પર 31.95 રૂપિયા હતો,

જે આજે 311.70 રૂપિયા છે. આ રીતે, આ વર્ષે અત્યાર સુધીમાં તેના શેરમાં 700% થી વધુનો ઉછાળો આવ્યો છે. મતલબ કે જો કોઈ રોકાણકારે આ વર્ષની શરૂઆતમાં આ કંપનીમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત તો આજે તેના રૂ. 1 લાખની કિંમત રૂ. 8 લાખ થઈ ગઈ હોત. શેરબજારના દિગ્ગજ રોકાણકાર આશિષ કચોલિયાનું પણ આ કંપનીમાં રોકાણ છે. સપ્ટેમ્બર 2022ના અંત સુધીમાં કચોલિયા કંપનીમાં 301,000 શેર એટલે કે લગભગ 1.1 ટકા હિસ્સો ધરાવશે.

મૂંગીપા સિક્યોરિટીઝ એ સેબી-રજિસ્ટર્ડ બ્રોકર છે, જે બ્રોકિંગ, ડિસ્ટ્રિબ્યુશન, ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ, ઓનલાઈન ટ્રેડિંગ, વેલ્થ મેનેજમેન્ટ, ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ અને ઈન્સ્યોરન્સ સંબંધિત સેવાઓની સંપૂર્ણ શ્રેણી ઓફર કરે છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મૂંગીપા સિક્યોરિટીઝનો ચોખ્ખો નફો રૂ. 56.42 લાખ હતો. જે તેના પાછલા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં થયેલા 24.53 લાખના નફા કરતાં લગભગ 130% વધુ છે. ત્યાં કંપનીની કુલ આવક સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 202% વધીને રૂ. 1.93 કરોડ થઈ છે જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 63.97 કરોડ હતી.

Shah Jina