આ ભાઈએ વાંદરાઓને સ્માર્ટફોનમાં બતાવ્યો આવો વીડિયો, પછી વાંદરાઓએ જે કર્યું તે તમારા માનવામાં પણ નહિ આવે

પ્રાણીઓ પણ ખુબ જ ચાલાક હોય છે, તે ફક્ત મનુષ્યોની જેમ બોલી નથી શકતા. સોશિયલ મીડિયામાં ઘણા પ્રાણીઓની ચાલાકીના વીડિયો પણ સામે આવતા હોય છે. ત્યારે હાલમાં એક એવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જે જોઈને તમે પણ હેરાન રહી જશો. કારણ કે આ વીડિયોની અંદર એક ભાઈ વાંદરાઓને સ્માર્ટફોનમાં વીડિયો બતાવી રહ્યો છે.

વાયરલ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ  વાંદરાઓના એક ટોળાને સ્માર્ટફોનની અંદર એક વીડિયો બતાવે છે. શરૂઆતમાં વાંદરાઓ મોબાઈલથી દૂર થઇ જાય છે. પરંતુ વીડિયો શરૂ થયાની થોડી જ સેકેંડ બાદ તે ફોનને પકડી લે છે અને પોતાના જાણવાની ઉત્સુકતા શાંત કરવા માટે ફોનની સ્ક્રીન ઉપર આંગળીઓ આમ તેમ ફેરવે છે.

ઘણીવાર આ વાંદરા ધ્યાનથી વીડિયોમાં શું ચાલી રહ્યું છે તે સમજવાનો પ્રયત્ન કરે છે, તો ઘણીવાર આંગળીથી બીજો વીડિયો પ્લે કરતા નજર આવે છે. તો ત્યાં બેઠેલા ત્રણ વાંદરાઓ વારાફરથી મોબાઈલમાં વીડિયો જોવામાં પણ લાગી છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. અને ઘણા લોકો આ વીડિયોને જોઈને પોતાના પ્રતિભાવ પણ આપતા જોવા મળે છે. આ વીડિયોને સોશિયલ સાઈટ યુટ્યુબ ઉપર પોસ્ટ કરવામાં આવ્યો છે અને હજારો લોકોએ આ વીડિયોને નિહાળ્યો છે.


થોડા સમય પહેલા પણ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેની અંદર એક વાંદરો એક વ્યક્તિના ચશ્મા લઈને ઉપર બેસી જાય છે. જેના બાદ તે વ્યક્તિ વાંદરાને જ્યુસની લાલચ આપે છે અને તે ચાલાક વાંદરો પહેલા જ્યુસ પકડે છે અને પછી જ તે વ્યક્તિના ચશ્મા પરત કરે છે.

Niraj Patel