પોતાના સાથીને તાવ આવ્યો તો કપિરાજે કરી ખુબ જ સારી રીતે દેખરેખ, ગરમ પાણીનો શેક કર્યો અને હોમવર્ક પણ કરી આપ્યું, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા ઉપર પ્રાણીઓને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. ઘણા લોકોને પોતાના ઘરમાં તેમના પાલતુ પ્રાણીઓ સાથે મસ્તી કરતા જોયા હશે, લોકો પોતાના ઘરમાં શ્વાન અને બિલાડીને પાલતુ પ્રાણી તરીકે રાખતા હોય છે, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં શ્વાન કે બિલાડી નહિ પરંતુ એક કપિરાજ પાલતુ પ્રાણી છે.

જ્યારે આપણે બાળપણમાં નકલ કરતા કપિરાજની વાર્તા સાંભળી હતી, તે જ આધારે આ કપિરાજ માણસના દરેક કાર્યોની ખૂબ સારી રીતે નકલ કરતો જોવા મળે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કપિરાજે ઘરની અંદર ખૂબ જ સારી રીતે નકલ કરી છે.

આ ફની વીડિયો જોઈને તમે સમજી જ ગયા હશો કે આટલો વાયરલ કેમ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સૌથી પહેલા આ કપિરાજ એક બાળક સાથે સૂતો જોવા મળે છે. તે પછી, રસોડામાંથી કેટલીક વસ્તુઓ લાવે છે અને તેને બાળકના માથા પર મૂકે છે. તે પછી પણ આ કપિરાજને શાંતિ ન મળી એટલે તેણે જાતે જ લેપટોપ ચલાવવાનું શરૂ કર્યું. આટલું જ નહીં, એક નકલમાં આ કપિરાજે પેન્સિલથી કંઈક દોરવાનો પ્રયાસ પણ કર્યો.

આટલી મસ્તી કર્યા બાદ વીડિઓની અંદર તમે કપિરાજના ચહેરા ઉપર થાક પણ જોઈ શકો છો. પોતાની માસુમ હરકતો કરીને આ કપિરાજ થાકી જાય છે. આ કપિરાજ એટલો બધો થાકી જાય છે કે તે કોપી ઉપર કંઈક બનાવતા બનાવતા જ સુઈ જાય છે. ઘણા લોકો આ મસ્તીખોર કપિરાજને ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે.

Niraj Patel