આ ગુજરાતી મહિલાનો કપિરાજ પ્રત્યેનો પ્રેમ તો જુઓ, ઘરના રસોડામાંથી મોંઘાદાટ ટામેટા લઈને જાય તો પણ કહે છે.. “તમે આવ્યા… હવે જમી લો…” વાયરલ થયો વીડિયો

અમદાવાદની આ મહિલાના ઘરના રસોડામાં ભરેલી હતી ટામેટાની ટોપલી, કપિરાજ આવ્યો અને ટામેટું લઇને ભાગી ગયો, મહિલાએ જે કહ્યું એ દિલ જીતી લેશે, જુઓ વીડિયો

Monkey Take Away Tomato From Kitchen : એવું કહેવાય છે કે ગુજરાતીઓના દિલ બહુ મોટા હોય છે. તે કોઈને પણ ખવડાવવામાં ક્યારેય પાછા નથી પડતા. તમે ઘણા લોકોને જોયા હશે જે કોઈના માટે પોતાનું સર્વસ્વ લૂંટાવી પણ દેતા હોય છે. કોઈ ભૂખ્યું હોય તો ગુજરાતીઓનું દિલ તરત પીગળી જતું હોય છે, ભલે પછી એ માણસ હોય કે કોઈ પ્રાણી. ત્યારે સોશિયલ મીડિયામાં આવી જ માનવતા દર્શાવતા ઘણા બધા વીડિયો પણ વાયરલ થતા હોય છે. ત્યારે હાલ એક એવો જ વીડિયો સામે આવ્યો છે. જેમાં એક ગુજરાતી મહિલા એક કપિરાજને મોંઘા ટામેટા પણ ખવડાવી રહી છે.

અબોલા જીવને પ્રેમથી ખવડાવે છે :

હાલ આપણે બધા જ જાણીએ છીએ કે ટામેટાનો ભાવ આસમાને છે. માણસ પણ ટામેટા ખાતા પહેલા વિચાર કરતું હોય છે, ત્યારે પન્ના શાહ નામની આ મહિલાએ કિંમતી કહેવાતા ટામેટા પણ કપિરાજને ખવડાવ્યા. ખાસ વાત તો એ છે કે પન્ના શાહ તેમના સોશિયલ મીડિયા પર કપિરાજ અને અન્ય ઘણા પ્રાણીઓને ખવડાવતા વીડિયો શેર કરતા હોય છે અને તેમના વીડિયો ખુબ જ વાયરલ પણ થતા હોય છે. તે માત્ર તેમને ખવડાવતા નથી પરંતુ પ્રેમથી આવકારો પણ આપે છે.

અમદાવાદના વતની છે પન્નાબેન :

પન્નાબેન શાહ અમદાવાદના વતની છે અને તેમના ઘરે લગભગ 2016થી કપિરાજ અઠવાડિયામાં 2-3 વખત આવતા હોય છે અને તેઓ તેમને પ્રેમથી જમાડતા હોય છે અને છેલ્લા થોડા સમયથી જ તેમને વીડિયો બનાવવાનું શરૂ કરી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કરવાનું શરૂ કર્યું. જેના બાદ તેમના વીડિયો ધીમે ધીમે ખુબ જ વાયરલ પણ થવા લાગ્યા. હાલ તેમનો એક વીડિયો ખુબ જ વાયરલ થયો અને 80 લાખથી પણ વધુ લોકોએ આ વીડિયોને જોયો.

 

View this post on Instagram

 

A post shared by P A N N A S H A H (@pannashah03)

રસોડામાંથી ટામેટું લઈને ભાગ્યો કપિરાજ :

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક કપિરાજ રસોડામાં પ્રવેશે છે. બટાકા અને ટામેટાંથી ભરેલી પ્લાસ્ટિકની ટોપલી જમીન પર મૂકવામાં આવી છે. પહેલા કપિરાજ ટોપલીમાંથી બટેટા ઉઠાવે છે અને આરામથી ખાવાનું શરૂ કરે છે! પણ પછી તે ઝડપથી ટોપલીમાંથી ટામેટા ઉપાડીને ભાગી જાય છે. ત્યારે પન્નાબેન પણ હાથમાં પ્લેટ લઈને તેની તરફ આવે છે. તેમના ઇન્સ્ટાગ્રામ આવા ઘણા વીડિયોથી ભરેલું છે જેમાં તે અબોલ જીવને પ્રેમથી ખવડાવતાં જોવા મળે છે.

Niraj Patel