ઔષધિ માનવામાં આવતો ગુલકંદ કેવી રીતે બને છે એ જોયું છે ક્યારેય ? વાયરલ થયો ગુલકંદ બનાવવાનો વીડિયો, જોઈને તમે પણ હેરાન રહી જશો, જુઓ

પાન ખાનારા શોખીનો જરા આ વીડિયોને જોઈ લેજો, પાનમાં સ્વાદ વધારતું ગુલકંદ આ રીતે કરવામાં આવે છે તૈયાર, જુઓ વીડિયો

How is Gulkand made? : શિયાળો હવે થોડા જ દિવસોમાં આવવાનો છે ત્યારે આ શિયાળાની ઋતુમાં ઘણા લોકો હેલ્દી વસ્તુઓ ખાવાનું પસંદ કરતા હોય છે. ત્યારે ઘણા લોકો વર્ષ દરમિયાન પણ કેટલીક હેલ્દી વસ્તુઓ ખાતા હોય છે. આવી જ એક હેલ્દી વસ્તુઓમાં ગુલકંદનો પણ સમાવેશ થાય છે. ઘણા લોકો ગુલકંદને દૂધથી સાથે પણ પીતા હોય છે તો તો ઘણા લોકો પાન ખાવા જાય ત્યારે પણ ગુલકંદ અંદર નંખાવતા હોય છે. ત્યારે સ્વાસ્થ્ય વર્ધક અને સ્વાદિષ્ટ માનવામાં આવતું એ ગુલકંદ કેવી રીતે બને છે તેનો એક વીડિયો હહવે વાયરલ થઇ રહ્યો છે.

પાચન માટે શ્રેષ્ઠ છે ગુલકંદ :

આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ વીડિયો કન્ટેન્ટ ક્રિએટર અમર સિરોહીએ પોતાના એકાઉન્ટ પર અપલોડ કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે.  ગુલકંદ, ખાંડ અને ગુલાબમાંથી બનેલી એક મીઠી મીઠાઈ છે, જેને આયુર્વેદિક અને યુનાની ડોકટરો દ્વારા પાચનમાં સુધારો કરવા અને શરીરમાં બળતરા ઘટાડવા માટે વારંવાર ટાંકવામાં આવે છે. હવે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક નાની ફેક્ટરીમાં ગુલકંદ બને છે.

કેવી રીતે બને છે ગુલકંદ :

ગુલકંદ બનાવવાની સ્ટેપ-બાય-સ્ટેપ પદ્ધતિ વિડિઓમાં બતાવવામાં આવી છે. સૌ પ્રથમ, ફેક્ટરીમાં કામ કરતા કામદારો ગુલાબની પાંખડીઓની મોટી બોરી ખોલે છે. આ ગુલાબ રાજસ્થાનના પુષ્કર શહેરમાં લણવામાં આવે છે, જે ભારતના રોઝ ગાર્ડન તરીકે ઓળખાય છે. થ્રેસીંગની પ્રક્રિયા દ્વારા, ગુલાબની પાંખડીઓને તેના દાંડીથી પંખાની મદદથી અલગ કરવામાં આવે છે. એકવાર પાંખડીઓ અલગ થઈ જાય. આને દાણાદાર ખાંડ સાથે સારી રીતે મિશ્રિત કરવામાં આવે છે અને એકસાથે ચુસ્તપણે મેશ કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Amar Sirohi (@foodie_incarnate)

લાખો લોકોએ જોયો વીડિયો :

છેલ્લા ચરણમાં ગુલાબ અને ખાંડનું આ મિશ્રણ સ્ટીલના પાત્રમાં મૂકવામાં આવે છે જેમાં મોટી માત્રામાં ખાંડ ઉમેરવામાં આવે છે. ગુલાબ અને ખાંડના મિશ્રણને સ્ટીલના કન્ટેનરમાં બે મહિના સુધી મેરીનેટ કરવા માટે રાખવામાં આવે છે અને તે વપરાશ માટે તૈયાર થાય છે. ત્યારે હવે આ વીડિયોને  અત્યાર સુધી લાખો લોકો જોઈ ચુક્યા છે અને વીડિયો લોકોને પસંદ પણ આવી રહ્યો છે. ઘણા લોકો આ વીડિયોને જોઈને અલગ અલગ પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

Niraj Patel