નાના ભાઈનો જીવ બચાવવા માટે બહેન પણ મોતના મુખમાં કૂદી પડી, ઝરણામાં વહી જ જવાનો હતો ભાઈ અને પછી કર્યું એવું કે… જુઓ વીડિયો

પોતાના ભાઈને મોતના મુખમાંથી ખેંચી લાવી બહેન… વીડિયો જોઈને તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે, લોકોએ કર્યા બહેનના ખુબ જ વખાણ, જુઓ

Sister Rescue Younger Brother : સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ વિષયને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલ ચોમાસાનો માહોલ હોવાના કારણે નદી તળાવ કે ઝરણાં પર નાહવા જતા ઘણા લોકો ડૂબી જવાના પણ સમાચાર આવતા હોય છે. તો ઘણા બહાદુર લોકો તેમને બચાવવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દેતા હોય છે. હાલ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક બહેન પોતાના ભાઈને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકતી જોવા મળી રહી છે. જેનો વિડીયો પણ હાલ વાયરલ થઇ રહ્યો છે.

બાળક ધોધમાં ફસાયું :

ક્લિપમાં લાલ ટી-શર્ટ પહેરેલો એક નાનો બાળક ધોધની વચ્ચે ફસાયેલો જોવા મળે છે. પાણીનો પ્રવાહ અને નીચે દેખાતી ખાઈ એકદમ ઊંડી છે. એવું લાગે છે કે બાળક રમતા રમતા ત્યાં પહોંચી ગયું છે. પરંતુ કોઈએ સાચું જ કહ્યું છે કે રામ રાખે એને કોણ ચાખે… ભાઈને બચાવવા માટે તેની બહેન પણ તેની સાથે કૂદી પડે છે અને ભાઈને એક પથ્થર પાસે બરાબર પકડી રાખે છે. આ જોઈને આસપાસ ઉભેલા લોકો તેમની મદદ કરવા દોડી આવે છે અને બંનેને બચાવી લેવામાં આવે છે.

બહેન જીવ બચાવવા કૂદી પડી :

જણાવી દઈએ કે આ વીડિયોને લઈને ઘણા દાવા કરવામાં આવી રહ્યા છે. કેટલાક કહી રહ્યાં છે કે આ મા-દીકરાનો વીડિયો છે તો કેટલાક કહી રહ્યાં છે કે આ ભાઈ-બહેનનો વીડિયો છે. ટ્વિટર યુઝર @JrRezvaniના જણાવ્યા અનુસાર, આ વીડિયો રેઝવાનશહરનો છે. કેપ્શનમાં લખ્યું છે – દર વર્ષે ઉનાળામાં ઉત્તર અને પશ્ચિમમાં આવી ઘટનાઓ બને છે. તેહરાનના પ્રવાસીઓ સાઈનબોર્ડની અવગણના કરે છે, જેનો તેમને માર સહન કરવો પડે છે.

વાયરલ થયો વીડિયો :

આ ક્લિપ 11 જુલાઈના રોજ માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવી હતી. આ વીડિયોને અત્યાર સધી હજારો લોકો જોઈ ચુક્યા છે અને ઘણા લોકોએ વીડિયોને લાઈક કર્યો છે. 36 સેકન્ડની આ ક્લિપ જોનારા લોકો મહિલાના વખાણ કરતા થાકતા નથી. એક યુઝરે ટિપ્પણી કરી – ખૂબ બહાદુર કાર્ય. ત્યારે ઘણા લોકો આવી જોખમ ભરેલી જગ્યાએ ના જવાની પણ સલાહ આપે છે.

Niraj Patel