આ એન્જીનીયરનો જુગાડ તો જુઓ, રોડ પર દોડી રહેલી કારનો વીડિયો જોઈને લોકો બોલ્યા… આ શું બનાવી દીધું ? ના ઈન્ડિગો, ના નેનો.. જુઓ વીડિયો

આ કઈ ગાડી રોડ પર દોડી રહી છે ? SUV, હેચબેક કે પછી સેડાન ? જોઈને લોકોનું દિમાગ પણ ચકરાવે ચઢી ગયું, જુઓ વીડિયો

Jugaad Unique Car Video : આપણા દેશમાં જુગાડીઓની કોઈ કમી નથી, લોકો ઘણીવાર એવા એવા દિમાગ વાપરતા હોય છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. ત્યારે ભારતીયોના જુગાડ દેશ અને દુનિયામાંપણ લોકો વખાણતા હોય છે, ત્યારે એમ પણ બાઈક અને કાર સાથે કરવામાં આવેલા જુગાડની તો દુનિયા દીવાની છે. ત્યારે હાલમાં જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક એવી કાર જોવા મળી રહી છે જેને જોઈને સૌ કોઈ હેરાન છે અને આ કારનું નામ શું આપવું એ પણ લોકો વિચારી રહ્યા છે.

આ કઈ ગાડી છે ? :

આ ગાડીને જોઈને લોકો સમજી શકતા નથી કે તેને એસયુવી, સેડાન કે હેચબેક કહેવી? કેટલાક લોકોએ તેને ચોક્કસપણે નેનોનું ફેસલિફ્ટ વર્ઝન કહ્યું છે. આ વીડિયોમાં એક નાનકડી કાર દેખાઈ રહી છે, જે રસ્તા પર દોડી રહી છે. પરંતુ મૂંઝવણ એ છે કે આ કાર કઈ બ્રાન્ડની છે તે સમજાતું નથી. મતલબ કે હવે તેને SUV, સેડાન અથવા હેચબેક કહેવી ? વાસ્તવમાં, કારનું કદ ખૂબ નાનું છે. પહેલી નજરે નેનો જેવી લાગે છે, પણ પાછળથી ‘IDICA’ જેવી લાગે છે.

યુઝર્સે જણાવ્યા અલગ અલગ નામ :

આ જ કારણ છે કે સોશિયલ મીડિયા યુઝર્સ તેને બંને વાહનોનું મિશ્રણ ગણાવી રહ્યા છે. જેમ કે એક વ્યક્તિએ કારનું નામ INDICA + NANO = INDIANO રાખ્યું છે. આ વીડિયો યુઝર @nikhilrana.in દ્વારા 8 જુલાઈના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું – આ શું છે… SUV, સેડાન કે હેચબેક. આ ક્લિપને અત્યાર સુધીમાં 72 લાખ વ્યૂઝ અને 1 લાખ 63 હજાર લાઈક્સ મળી છે. આ સિવાય ત્રણ હજારથી વધુ યુઝર્સે કોમેન્ટ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by NIKHIL RANA (@nikhilrana.in)

ઘણા લોકોએ કરી રમુજી કોમેન્ટ :

એકે લખ્યું- નેનોને વધુ પ્રોટીન આપવામાં આવતું હતું. બીજાએ કહ્યું- ભાઈ નેનો અને ઈન્ડિકા મિક્સ કરી. તો કોઈએ લખ્યું – નેનોનું ફેસલિફ્ટ વર્ઝન. એ જ રીતે, અન્ય વપરાશકર્તાઓએ પણ કારની ડિઝાઇન પર ખૂબ જ રમુજી ટિપ્પણી કરી. આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. થોડા દિવસ પહેલા જ સુરતમાં રહેતા એક કાકાએ રિંગ વાળું બાઈક બનાવ્યું હતું અને તે પણ ખુબ જ વાયરલ થયું હતું અને લોકોએ ખુબ જ પસંદ કર્યું હતું.

Niraj Patel