જાણો કોણ છે IAS મોનિકા યાદવ જેની રાજસ્થાનની પારંપારિક વેશભૂષામાં તસવીર થઇ રહી છે વાયરલ

તસવીરો જોતા જ જેણે લોકો ગામડાની અભણ મહિલા સમજતા હતા તે નીકળી મોટા IAS અધિકારી, સચ્ચાઈ જાણીને ઉડી જશે હોંશ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એવું છે કે, જયાં અવાર-નવાર કોઇના કોઇ તસવીરો અને વીડિયો વાયરલ થતા રહે છે. સોશિયલ મીડિયા પર થોડા સમય પહેલા એક તસવીર ખૂબ જ વાયરલ થઇ હતી. આ તસવીર તે દિવસોમાં ખૂબ ચર્ચામાં હતી. તસવીરમાં રાજસ્થાની વેશભૂષામાં એક મહિલા નવજાતને ખોળામાં લઇને બેઠી હતી. તસવીર સાથે કેપ્શનમાં લખ્યુ હતુ કે, IAS મોનિકા યાદવ, ગામ લિસાડિયા શ્રીમાધોપુરની લાડલી. સાદગી ભરેલ તસવીર પહેલીવાર કોઇ IASની. જય હિંદ જય ભારત.

ઘણા લોકો એવા છે જે મોટા પદ પર પહોંચ્યા બાદ આધુનિકતાની ચકાચૌંધમાં એવી રીતે ખોવાઇ જાય છે કે તે સૌથી પહેલા પોતાની પરંપરાઓથી કિનારો કરી લે છે. પરંતુ તેના વિપરિત, રાજસ્થાનની આઇએએસ અધિકારી મોનિકા યાદવનો દેસી લુક સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં બનેલો છે. આઇએએસ અધિકારી મોનિકાની આ તસવીર તેમની દીકરીના જન્મ બાદની છે. લોકો આ તસવીર પર તેમની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

આ યુવા અધિકારી સીકર જિલ્લાના શ્રીમાધોપુર તાાલુકાના લિસાડિયા ગામ નિવાસી મોનિકા યાદવ છે. ભારતીય પ્રશાસનિક સેવા પરીક્ષા-2017માં 403મો રેંક મેળવનાર મોનિકાની પસંદગી IAS પદ પર થઇ. તેમણે માર્ચ 2020માં દીકરીને જન્મ આપ્યો હતો. ભારતીય રેલ યાતાયાત સેવા માટે સિલેક્ટ થયેલ મોનિકા માતૃત્વ લીવ પર હતી. મોનિકાએ બાળપણથી જ ઓફિસર બનવાનું સપનુ જોયુ હતુ. તે પાછળ કારણ હતુ તેમના પિતાનું અધિકારી હોવાનું.

મોનિકા યાદવના પિતા હરફૂલ સિંહ યાદવ વરિષ્ઠ IAS અધિકારી છે. પોતાના સપનાને સાકાર કરવા માટે મોનિકાએ ખૂબ મહેનત કરી અને પોતાનુ મુકામ હાંસિલ કર્યુ. ખાસ વાત તો એ છે કે ભારતીય પ્રશાસનિક સેવામાં ઉચ્ચ પદ પર પહોંચેલી મોનિકાએ પરંપરાઓથી દૂરી બનાવી નહિ. તેમના લગ્ન પણ IAS સુશીલ યાદવ સાથે થયા છે. સુશીલ યાદવ વર્તમાનમાં રાજસમંદમાં SDMના પદ પર કાર્યરત છે.

મોનિકાના પતિ સુશીલ યાદવ જણાવે છે કે, આ તસવીર તે સમયની છે જયારે મોનિકાએ દીકરીને જન્મ આપ્યો હતો. તેમણે જણાવ્યુ કે, મોનિકાનો સામાજિક પરંપરા સાથે ઘણો લગાવ છે. તે અત્યારે પણ તેના પ્રચાર પ્રસાર અને સારી પરંપરાઓથી લોકોને જોડવાનો પ્રયાસ કરતી રહે છે. તેઓ કહે છે કે મોનિકાના આ દેસી અંદાજની તસવીર આટલી વાયરલ થશે તેની કલ્પના પણ કરી ન હતી.

સોશિયલ મીડિયા પર મોનિકાનો ગ્રામીણ પ્રેમ ખૂબ શેર કરવામાં આવ્યો હતો. જણાવી દઇએ કે, મોનિકાની આ તસવીર વર્ષ 2020ની છે. સોશિયલ મીડિયા પર આ પોસ્ટ પર કમેન્ટ કરનાર લોકો અધિકારી બન્યા બાદ પણ ગ્રામીણ પરંપરાઓથી જોડાયેલ રહેવા માટે મોનિકાની સરાહના કરી રહ્યા છે. તેમજ દીકરીના જન્મ પર શુભકામનાઓ પણ આપી રહ્યા છે. મોનિકાએ ઓફિસર બન્યા બાદ પણ ગામની પરંપરાઓને તૂટવા ન દીધી.

Shah Jina