તારક મહેતાના બાઘાની ગર્લફ્રેન્ડ બાવરી ખૂબસુરતીના મામલે આપે છે બોલિવુડ અભિનેત્રીઓને પણ ટક્કર, જુઓ બોલ્ડ લુક

કોમેડી શો તારક મહેતાને આજે ઘર ઘરમાં જોવામાં આવે છે. આ શોના બધા પાત્રો પોતાનામાં જ ખાસ છે. જો કે, આમાંથી કેટલાક પાત્રો એવા છે જે ઓછા દેખાય છે અને કેટલાક એવા છે કે જેણે હવે શોને અલવિદા કહી દીધુ છે. પરંતુ તેની પોપ્યુલારિટી પણ ઓછી નથી. આમાંથી એક છે બાઘાની ગર્લફ્રેન્ડ બાવરી. એજ બાવરી જે જેઠાલાલને ખોટા નામથી બોલાવતી હતી અને પછી કહેતી કે ગલતી સે મિસ્ટેક હો ગઇ. બાવરીનો રોલ મોનિકા ભદોરિયાએ નિભાવ્યો હતો. ચુલબુલી બાવરીએ તેની એક્ટિંગના દમ પર ઓળખ બનાવી હતી.

શોમાં તેને જેની પણ બતાવવામાં આવી હોય પરંતુ રિયલ લાઇફમાં તે ઘણી જ ખૂબસુરત છે. શોમાં હંમેશા સલવાર સૂટમાં જોવા મળેલી બાવરી રિયલ લાઇફમાં ઘણી બોલ્ડ છે. સોશિયલ મીડિયા પર તે ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર ગ્લેમરસ તસવીરો શેર કરી લોકોને હેરાન કરતી રહે છે. મોનિકા મધ્યપ્રદેશની રહેવાસી છે. મોનિકા દરરોજ પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

ચાહકોને પણ તેની તસવીરો ખૂબ પસંદ આવે છે. ફેન્સ તેના દરેક ફોટા પર સુંદર, હોટ અને અનેક પ્રકારની કોમેન્ટ્સ કરતા રહે છે. મોનિકાની ફેન ફોલોઈંગ પણ ઘણી વધારે છે. આટલું જ નહીં મોનિકાની તસવીરોની તુલના શોના ઐય્યર ભાઇની પત્ની સાથે પણ સોશિયલ મીડિયા પર શરૂ થઈ ગઈ છે. મોનિકાના ચાહકો કહી રહ્યા છે કે તે ઐય્યરભાઇની પત્ની કરતા પણ વધુ સુંદર છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાવરીએ લોકોનું ઘણું મનોરંજન કર્યું છે.

જો કે તે છેલ્લા ઘણા સમયથી શોથી દૂર છે, પરંતુ તે હજી પણ હેડલાઇન્સમાં છે. મોનિકાને ઈન્સ્ટાગ્રામ પર લાખો લોકો ફોલો કરે છે. અહીં તે અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે, જેને ચાહકો પણ ખૂબ પસંદ કરે છે. રિયલ લાઈફમાં મોનિકા તેના પાત્ર બાવરી જેવી બિલકુલ નથી, તે એકદમ સ્ટાઈલિશ છે.

પોતાના અભિનયથી બધાને ગલીપચી કરનાર મોનિકા ભદૌરિયાને પેઇન્ટિંગનો પણ શોખ છે. ઈન્સ્ટાગ્રામ પર પણ તે ઘણીવાર પેઈન્ટિંગ કરતી વખતે તસવીરો શેર કરતી રહે છે. આ તસવીરમાં તે ગણપતિની મૂર્તિ પર પેઇન્ટિંગ કરતી જોવા મળી રહી છે, જે ખૂબ જ સુંદર લાગે છે. મોનિકા સુષ્મા ભદૌરિયા સુંદરતાના મામલામાં કોઈથી ઓછી નથી.

તારક મહેતા શોના દરેક પાત્રે પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તમામ પાત્રો એકબીજાથી સંપૂર્ણપણે અલગ છે અને દરેક પાત્ર દર્શકોના દિલ પર રાજ કરે છે. ભલે બાવરીનું પાત્ર હવે જોવા મળતું નથી, પરંતુ તેમ છતાં આ પાત્રની સારી ફેન ફોલોઈંગ છે.

Shah Jina