સાડીમાં ભોજપુરી જોવા મળ્યો સિઝલિંગ અંદાજ, ડીપનેક બ્લાઉઝ પર અટકી ગઇ બધાની નજર

ભોજપુરી ફિલ્મોની મશહૂર અભિનેત્રી મોનાલિસાએ માત્ર તેની મહેનત અને શાનદાર અભિનયના દમ પર ઇન્ડસ્ટ્રીમાં ખાસ મુકામ હાંસિલ કર્યુ છે. મોનાલિસા હવે માત્ર ફિલ્મો સુધી જ સીમિત નથી પરંતુ ટીવી સિરિયલ અને શોમાં પણ નજર આવે છે. એવામાં તે ભોજપુરીની હાઇએસ્ટ પેડ અભિનેત્રીની લિસ્ટમાં પણ પોતાનું નામ સામેલ કરાવી ચૂકી છે. આજે મોનાલિસાના ફેન્સ દેશના ખૂણે-ખૂણે હાજર છે, જે તેને જોવાનો એક પણ મોકો છોડતા નથી.

આવી સ્થિતિમાં મોનાલિસા પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. લગભગ દરરોજ ચાહકોને તેનો નવો લુક જોવા મળે છે. આવી સ્થિતિમાં તેના ફેન્સ પણ તેના નવા નવા લુકની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. ત્યારે મોનીલિસાએ ફરી એકવાર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જે જોઇને ફેન્સના દિલની ધડકન વધી ગઇ છે. આ તસવીરોમાં મોનાલિસા મજેન્ટા (પર્પલ) કલરની સાડી પહેરેલી જોવા મળે છે.

આ સાથે તેણે ઓફ-વ્હાઈટ ડીપ નેક બ્લાઉઝ પહેર્યો છે. મોનાલિસા આ લુકમાં ધૂમ મચાવી રહી છે.આ લુકને કમ્પ્લીટ કરવા માટે મોનાલિસાએ ડાયમંડ નેકલેસ પહેર્યો છે અને વાળ ખુલ્લા રાખ્યા છે. તેણે લાઇટ મેકઅપ પણ કર્યો છે. તસવીરોમાં મોનાલિસા અલગ-અલગ લુકમાં પોઝ આપી રહી છે. મોનાલિસાની સ્ટાઈલ દરેકને નશામાં ધૂત કરી રહી છે. આ તસવીરોમાં મોનાલિસા ખૂબ જ સુંદર લાગી રહી છે.

થોડી જ મિનિટોમાં મોનાલિસાની તસવીરો પર હજારો લાઈક્સ આવી હતી. મોનાલિસાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે રિયાલિટી શો ‘સ્માર્ટ જોડી’માં જોવા મળી હતી. આ શોમાં તે પતિ વિક્રાંત મેસી સાથે જોવા મળી હતી. હાલમાં મોનાલિસાએ તેના આગામી પ્રોજેક્ટ અંગે કોઈ જાહેરાત કરી નથી. ભોજપુરી ફિલ્મો ઉપરાંત મોનાલિસાને સોશિયલ મીડિયાની સુપરસ્ટાર કહેવામાં આવે છે.

અંતરા વિશ્વાસ (મોનાલિસા) એ ટીવી સિરિયલોથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી, આ સિવાય તેણે ભોજપુરી ફિલ્મ સાથે વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે. અભિનેત્રી મોનાલિસા સલમાન ખાનના બિગ બોસ 10નો ભાગ રહી ચૂકી છે.

Shah Jina