વગર કોચિંગે આ દીકરીએ અભ્યાસ કરી મેળવી વર્ષે 23 લાખના પગારવાળી નોકરી…જાણો સફળતાની કહાની

23 લાખના પેકેજવાળી વિદ્યાર્થીનીએ ખોલ્યું એક રાઝ, કોચિંગ વગર કર્યું મહાન કામ, આખો પરિવાર ખુશખુશાલ થયો, જાણો આખી સ્ટોરી

આજકાલ ઘણા યુવા એવા છે જેઓ સારા અને ઊંચા પેકેજવાળી નોકરી મેળવતા હોય છે અને તેઓ તેમના માતા-પિતા સાથે સાથે દેશનું પણ નામ રોશન કરતા હોય છે. ત્યારે ભોપાલની એક વિદ્યાર્થીનીને અભ્યાસ પૂરો કર્યા પહેલા જ વર્ષે 23 લાખ રૂપિયાના પેકેજવાળી નોકરી ઓફર થઇ.

તે અત્યારે કમ્પ્યુટર સાયન્સથી એન્જીનિયરિંગ કરી રહી છે અને ફાઇનલ યરમાં છે. વિદ્યાર્થીનીનું કહેવુ છે કે તેણે ક્યારેય કોચિંગ નથી કર્યુ અને સેલ્ફ સ્ટડી જ કરી છે. આ સાથે તેણે પોતાને દરેક પળે અપડેટ કરતા પોતાના પર વિશ્વાસ રાખ્યો. વિદ્યાર્થીની અનુસાર, સફળતા માટે વિશ્વાસ જરૂરી છે. આ કહેવુ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણથી પ્રશંશા પત્ર લેનાર મોક્ષા જૈનનું છે.

છિંદવાડાની રહેવાસી મોક્ષા જૈનના પિતા પ્રોપર્ટી ડિલર છે. તેને શિવરાજ સિંહ ચૌહાણે આ ઉપલ્બિધ માટે પ્રશંશા પત્ર આપ્યો છે. મોક્ષાનું સિલેક્શન વોલ માર્ટ કંપનીમાં થયુ છે. જે બાદ તેને ચેન્નાઈ અથવા બેંગ્લોરમાં કોઇ એક જગ્યાએ પોસ્ટિંગ મળી શકે છે.

23 લાખનું પેકેજ મેળવીને ખુશ મોક્ષાએ તેની સફળતાનો શ્રેય તેના માતા-પિતાને આપ્યો છે. તેણે કહ્યું કે આ માટે મેં સતત તાલીમ લીધી. ઘણી જગ્યાએ ઇન્ટર્નશિપ અને સેલ્ફ સ્ટડી પર પૂરો ભાર મૂક્યો. ત્રણ બહેનોમાં બીજા નંબરની મોક્ષા સેજ ગ્રૂપની કોલેજમાં કોમ્પ્યુટર સાયન્સની અંતિમ વર્ષની વિદ્યાર્થીની છે.

તેણે કહ્યું કે તેણે ક્યારેય કોચિંગ કર્યું નથી. તે પોતાની જાતમાં વિશ્વાસ રાખે છે અને સેલ્ફ સ્ટડીમાં માને છે. તેણે પોતાના પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તે કહે છે કે મારા ક્ષેત્રને લગતી નાની નાની બાબતોથી મેં મારી જાતને અપડેટ રાખી છે. જ્યારે પણ તેને શંકા હોય છે તો તરત જ શિક્ષકને પૂછે છે. તેના પેરેન્ટ્સે તેને હંમેશા સાથ આપ્યો છે.

શુક્રવારે સેજ યુનિવર્સિટી ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ડો.મોહન યાદવે છેલ્લા એક વર્ષમાં નોકરી મેળવનાર બાળકોને સન્માનિત કર્યા હતા. જેમાં 2200 જેટલા બાળકોને પ્રશંસા પત્ર આપવામાં આવ્યા હતા.

Shah Jina