શું મોહમ્મદ સામી અને સાનિયા મિર્ઝા કરી રહ્યા છે લગ્ન ? સગાઈની તારીખ પણ આવી ગઈ છે સામે… જુઓ

ગુજરાત ટાઇટન્સ અને ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સામી ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે કરશે બીજા લગ્ન ? શું છે આ મામલાની હકીકત

Mohammed Shami Sania Mirza marriage : ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાના લગ્નના સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર ચર્ચા છે કે બંને 20 ઓગસ્ટે સગાઈ કરવાની તૈયારી કરી રહ્યા છે. હકીકતમાં, ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પણ તાજેતરમાં જ પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટર શોએબ મલિકથી છૂટાછેડા લીધા છે. શોએબ મલિકથી છૂટાછેડા લીધા બાદ સાનિયા મિર્ઝા ભારત પરત ફરી છે.

સોશિયલ મીડિયા પર એવી ચર્ચા છે કે મોહમ્મદ શમી અને સાનિયા મિર્ઝા એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંને એકબીજાને ગુપ્ત રીતે મળી રહ્યા છે. જો કે હજુ સુધી કોઈ ખેલાડીએ તેની પુષ્ટિ કરી નથી. દરમિયાન, હવે મીડિયા અહેવાલો આવી રહ્યા છે કે સાનિયા મિર્ઝા અને મોહમ્મદ શમી 20 ઓગસ્ટે સગાઈ કરી શકે છે, પરંતુ આ બાબતે કોઈ અધિકારીક પુષ્ટિ હજુ સુધી નથી થઇ.

મોહમ્મદ શમીની વાત કરીએ તો, શમીએ પણ વર્ષ 2018માં તેની પત્ની હસીન જહાંથી છૂટાછેડા લીધા હતા, જ્યારે તાજેતરમાં જ ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પણ છૂટાછેડા લીધા હતા. જે પછી એવું માનવામાં આવે છે કે બંને ભારતીય સ્પોર્ટ્સ સ્ટાર્સ એકબીજાને ડેટ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી આ પ્રકારના સમાચારો ટ્રેન્ડમાં છે. આવી સ્થિતિમાં જો મોહમ્મદ શમી અને સાનિયા મિર્ઝા એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કરે તો પણ તેમાં કંઈ ખોટું નથી.

ભારતીય દિગ્ગજ સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની નેટવર્થની વાત કરીએ તો તેની પાસે 55 કરોડ રૂપિયાની સંપત્તિ છે, જ્યારે ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પાસે હાલમાં 240 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જેના કારણે બંને સ્ટાર ખેલાડીઓ પાસે એટલા પૈસા છે કે બંને સ્ટાર ખેલાડી એકબીજાની યોગ્ય કાળજી લઈ શકે છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ ખબર હકીકત છે કે પછી એક અફવા.

Niraj Patel