જ્યુસની દુકાન ચલાવનાર 24 વર્ષનો છોકરો બન્યો ‘માસ્ટર શેફ’, ટ્રોફીની સાથે જીત્યા 25 લાખ રૂપિયા

‘માસ્ટરશેફ ઇન્ડિયા 2023’ને મળી ગયો વિજેતા, જ્યુસની દુકાન ચલાવનાર 24 વર્ષનો છોકરો બન્યો ‘માસ્ટર શેફ’, જીત્યા 25 લાખ રૂપિયા

ઘણા મહિનાઓથી જે દિવસની બધા રાહ જોઇ રહ્યા હતા, આખરે તે પળ આવી ગયો. માસ્ટરશેફ ઇન્ડિયા 2023ને તેના આ સિઝનનો વિનર મળી ગયો છે. 8 ડિસેમ્બરના રોજ માસ્ટરશેફ ફિનાલે હતુ, જેમાં 24 વર્ષિય મોહમ્મદ આશિકને માસ્ટરશેફ વિનર એનાઉન્સ કરવામાં આવ્યો. મહિનાઓના સંઘર્ષ બાદ આશિક માસ્ટરશેફની ટ્રોફી ઉઠાવવામાં કામયાબ રહ્યો.

‘માસ્ટરશેફ ઇન્ડિયા 2023’ને મળી ગયો વિજેતા

માસ્ટરશેફ ઇન્ડિયાની આ સીઝન લગભગ 8 અઠવાડિયા સુધી ચાલી હતી. આ વખતે શોને વિકાસ ખન્ના, રણવીર બ્રાર અને પૂજા ઢીંગરાએ જજ કરી. જજના માર્ગદર્શન હેઠળ, મોહમ્મદ આશિક દરરોજ પોતાને સુધારતો રહ્યો. બધા જજે પણ તેની ઉત્તમ રસોઈ કુશળતા નોટ કરી. આશિકની મહેનત રંગ લાવી અને અંતે, જજે તેને આ શોનો વિજેતા પસંદ કર્યો.

જ્યુસની દુકાન ચલાવનાર 24 વર્ષનો છોકરો બન્યો ‘માસ્ટર શેફ’

શોની ટ્રોફી જીતવા ઉપરાંત મોહમ્મદ આશિકે 25 લાખ રૂપિયા ઇનામ પણ જીત્યુ છે. આશિકની સાથે રુખસાર સઈદ અને નંબી જેસિકા પણ ફિનાલેમાં પહોંચવામાં સફળ રહ્યા હતા. પરંતુ શોના છેલ્લા તબક્કામાં પહોંચ્યા બાદ તેઓ વિજેતા બનવાનું ચૂકી ગયા. નંબી જેસિકા આ ​​શોમાં બીજા ક્રમે રહી હતી.

જીત્યા 25 લાખ રૂપિયા

જ્યારે રૂખસારે ત્રીજું સ્થાન મેળવ્યુ. શોના જજ રણવીર બ્રારે મોહમ્મદ આશિકને વિજેતા બનવા બદલ સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા છે. ટ્વીટ કરતી વખતે તેણે લખ્યું- પ્રેરણાદાયી શરૂઆતથી લઈને પડકારજનક સફર સુધી, તમે હંમેશા નિર્ભયપણે ઉભા રહ્યા. માસ્ટરશેફ બનવા બદલ અભિનંદન. જણાવી દઇએ કે, આશિક કર્ણાટકના મેંગલોરનો રહેવાસી છે.

માસ્ટરશેફ બનતા પહેલા તે પોતાના ગામમાં કુલુક્કી હબ નામની જગ્યા પર એક જ્યુસની દુકાન ચલાવતો હતો. તેને કુકિંગનો ખૂબ જ શોખ હતો, જેના કારણે તે માસ્ટરશેફ ઈન્ડિયા પહોંચ્યો. આશિકે માસ્ટરશેફ ઈન્ડિયાની ગત સીઝનમાં પણ ભાગ લીધો હતો, પરંતુ તે શો જીતવાનું ચૂકી ગયો હતો.

Shah Jina