મિત્રો….તમને મેસેજ આવ્યો છે? મોદી સરકાર મફતમાં લેપટોપ આપશે? જાણો હકીકત
સરકારી યોજનાનો લાભ લેવા લોકો માટે લાંબી કતારો મુશ્કેલીનું કારણ હતી, પરંતુ ઈન્ટરનેટના આ યુગમાં ફેક ન્યૂઝ પણ લોકો માટે મુશ્કેલી ઉભી કરવામાં કોઈ કસર છોડી નથી. દેશના કરોડો લોકો ક્યાંક ને ક્યાંક સરકારી યોજનાઓ માટે અરજી કરતા રહે છે. આવામાં તે ઘણીવાર ખોટા વોટ્સએપ મેસેજ, જાહેરાતો અને વેબસાઇટ્સની જાળમાં ફસાઈને પોતાનો સમય અને પૈસા બંને ગુમાવે છે. જો કે, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો PIB દ્વારા આ નકલી જાહેરાતોનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર સરકારી યોજના સંબંધિત ખોટી માહિતીની આવી જ તસવીર ફરતી થઈ રહી છે. આ વોટ્સએપ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રધાનમંત્રી ફ્રી લેપટોપ વિતરણ યોજના હેઠળ સરકાર દ્વારા દરેકને મફત લેપટોપ આપવામાં આવી રહ્યા છે. શું તમને વોટ્સએપ પર એક મેસેજ મળ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર લોકોને ફ્રીમાં લેપટોપનું વિતરણ કરી રહી છે. જો હા, તો તમને જણાવી દઈએ કે આ મેસેજ ખોટો અને નકલી છે. પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
PIB ફેક્ટ ચેકે ટ્વિટર હેન્ડલ પર કહ્યું કે, નકલી વોટ્સએપ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રધાનમંત્રી ફ્રી લેપટોપ વિતરણ યોજના હેઠળ દરેકને મફત લેપટોપ આપવામાં આવી રહ્યા છે. આ મેસેજ ફેક છે. તો આવા ફેક મેસેજથી સાવધાન રહો. આ ફેક મેસેજને શેર કે ફોરવર્ડ ન કરવા પણ કહેવામાં આવ્યું છે. આ સાથે, એવી કોઈપણ લિંક અને વેબસાઇટ પર તમારી અંગત માહિતી શેર ન કરવાનું પણ સૂચન કરવામાં આવે છે. તો હવે તમે પણ આવા મેસેજથી સાવધાન રહો. આ તમને છેતરપિંડીમાં ફસાવવાની રીત હોઈ શકે છે. માટે સાવચેત રહો.
કેન્દ્ર સરકાર દ્વારા મફત લેપટોપ વિતરણ યોજના ચલાવવામાં આવી રહી નથી. એટલા માટે આ મેસેજ લોકોના મોબાઈલ પર માત્ર છેતરપિંડી માટે મોકલવામાં આવી રહ્યો છે. તમે આ મેસેજનો શિકાર બનીને પૈસા ગુમાવી શકો છો. સરકારી યોજનાઓના નામે છેતરપિંડીના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં સામે આવ્યા હતા. હાલમાં, ફિશિંગ વેબ પેજ દ્વારા છેતરપિંડી કરવી એ સાયબર છેતરપિંડીનો માર્ગ છે.
एक फर्जी #WhatsApp मैसेज में दावा किया जा रहा है कि प्रधानमंत्री फ्री लैपटॉप वितरण योजना के तहत सभी को मुफ्त लैपटॉप दिए जा रहे हैं।#PIBFactCheck
▪️ ऐसे फर्जी संदेशों से सावधान रहें।
▪️ इन्हें फॉरवर्ड/शेयर न करें।
▪️ ऐसे लिंक व वेबसाइट पर अपनी निजी जानकारी भी साझा न करें। pic.twitter.com/YCytRPmpmg— PIB Fact Check (@PIBFactCheck) November 8, 2021