ખબર

પીએમ મોદીના ખાસ મિત્રોમાંના એક એવા હરિભાઇનું રાજકોટ ખાતે નિધન, જાણો વિગત

પીએમ મોદીએ જેમને મળવા પ્રોટોકોલ તોડ્યો હતો, તે મિત્ર હરીભાઈનું નિધન થયું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નજીકના મિત્ર હરિભાઇનું રાજકોટમાં નિધન થયું છે. હરિભાઇના અંતિમ સંસ્કાર દ્વારકા ખાતે કરાશે. પીએમ મોદી જયારે દ્વારકાની મુલાકાત લેતા ત્યારે તેઓ હરિભાઇની પણ અચૂક મુલાકાત લેતા. પીએમમોદી પોતાના જૂના મિત્રોને મળવાનું કયારેય ભૂલતા નથી. તેઓ જે તે રાજય, શહેર કે ગામની મુલાકાત લે ત્યારે પરિચિતોને અવશ્ય મળે છે.

Image source

વર્ષ 2017માં પીએમ મોદીએ દ્વારકાની મુલાકાત લીધી હતી. જ્યારે તેઓ દ્વારકા મંદિરમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે તેમની નજર તેમના મિત્ર હરીભાઈ પર પડી હતી. પોતાના મિત્રને જોઈને મોદીએ કાફલો રોક્યો અને તેમને મળવા પહોંચ્યા હતા. પ્રોટોકોલ તોડીને પીએમ મોદી 52 વર્ષથી મિત્ર રહેલા હરિભાઈને મળ્યા હતાં. ત્યારે તેમની આ મુલાકાત ચર્ચામાં આવી હતી.

Image source

દ્વારકા ભાજપના પાયાના કાર્યકર્તા ગણાતા હરિભાઈ આધુનિક જનસંઘ સમયે જેલમાં પણ ગયા હતા. ગુજરાતમાં વિધાનસભા, લોકસભા, નગરપાલિકા કે પછી તાલુકા પંચાયતની ચૂંટણી સમયે હરિભાઈ હાથમાં થેલો લઈને દુકાને દુકાને અને ઘરે ઘરે પહોંચીને દ્વારકાધીશનો પ્રસાદ આપી ભાજપને મત આપવા માટે અપીલ કરતા હતા.

રાજ્ય સભા સાંસદ પરિમલભાઈ નથવાણીએ દ્વારકાના વયોવૃદ્ધ કૃષ્ણ ભક્ત તથા દ્વારકા દેવસ્થાન સમિતિના વરિષ્ઠ સભ્ય હરિભાઈ આધુનિકના અંગે શોક વ્યક્ત કર્યો છે.