BREAKING : મોદી આઇકેર હોસ્પિટલમાં આગને લીધે દંપત્તિનું કમકમાટી ભર્યું મોત

આજે વર્ષના છેલ્લા દિવસે દુઃખદ ઘટના બની છે. અમદાવાદમાં નારણપુરા વિસ્તારમાં એક હોસ્પિટલમાં આગ લાગ્યાની ઘટના સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ દુર્ઘટનામાં એક પતિ-પત્નીનું મૃત્યુ થયું છે. હોસ્પિટલમાં લાગેલી અચાનક આગને લીધે દાઝી જવાથી બંનેના કરુણ મૃત્યુ થતાં છે. વિગતો મુજબ ગઇકાલે રાત્રે 3 વાગ્યા આસપાસ આગ લાગી હોવાનું સામે આવ્યું છે.

તમને જણાવી દઈએ કે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી મોદી આઇકેર હોસ્પિટલમાં એક દુર્ઘટના સામે આવી છે.ગઈકાલે શુક્રવારની મોડીરાત્રે મોદી કેર હોસ્પિટલમાં આગ લાગી હતી. આ ઘટનામાં એક પતિ-પત્નીનું મોત થયું છે. રાત્રે 3 વાગ્યા આસપાસ લાગેલી આગમાં સિક્યુરિટી ગાર્ડ અને તેમની પત્નીનું મોત નીપજ્યું છે. પતિ-પત્ની ગંભીર રીતે દાઝી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

હોસ્પિટલમાં આગ લાગવાને પગલે બેના મોત થયા છે. આગમાં ગૂંગળામણના કારણે હોસ્પિટલમાં દેખરેખ રાખનારા પતિ-પત્નીના મોત થયા હોવાનું સામે આવ્યુ છે. આ પતિ-પત્ની મૂળ રાજસ્થાનના પ્રતાપગઢના ધરીયાવાદ ગામના રહેવાસી છે અને તેમનું નામ 25 વર્ષિય નરેશભાઈ પારઘી અને તેમના પત્ની 24 વર્ષિય હર્ષાબેન પારઘીનું મોત થયું છે.

સવારે 9.30 વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડને આગ લાગી હોવાની જાણ થઇ હતી અને તે બાદ તાત્કાલિક ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને આગને કાબૂમાં લેવાનું કામ શરૂ કર્યુ. ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ તેઓ અહીં પહોંચ્યા ત્યારે આગની જ્વાળાઓ નહીં પણ ધુમાડા જોવા મળ્યા.

તેમને પલંગ પર એક પુરુષ અને મહિલા મૃત હાલતમાં મળ્યા હતા. જણાવી દઇએ કે, વર્ષનાં છેલ્લા દિવસે એટલે કે આજે સવાર સવારથી બે દુર્ઘટના ગુજરાતમાંથી સામે આવી ચૂકી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટનામાં નરેશભાઈ અને તેમના પત્ની મૃત્યુ પામ્યા છે. અત્યારે FSL અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ ચાલુ છે. આ સાથે ટોરેન્ટ પાવરની ટીમ પણ તપાસ કરી રહી છે.

YC