મોઢે કાળું કપડું બાંધીને સ્વામિનારાયણ મંદિરમાં ઘુસી ગયા બંદૂકધારીઓ, એક વ્યક્તિને બનાવ્યો બંધક, બાળકો પણ રડવા લાગ્યા અને પછી…જુઓ મોકડ્રીલ વીડિયો

સ્વામિનારાયણ મંદિરમાં હથિયાર સાથે ઘુસ્યો આતંકી, એક વ્યક્તિને બનાવ્યો બંધક, બાળકો રડી રહ્યા હતા અને એક વ્યક્તિએ ગુસ્સામાં… મચી ગયો હોબાળો… જુઓ મોકડ્રીલ વીડિયો

Mockdrill at Swaminarayan Temple : પોલીસ દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન પોલીસ પણ અલગ-અલગ જગ્યાએ મોકડ્રીલ કરતી જોવા મળે છે. આવી જ એક મોકડ્રીલ કરવી પોલીસ કરી રહી હતી પરંતુ તેનું પરિણામ કઈક અલગ આવ્યું. મહારાષ્ટ્રના ધુલેના સ્વામિનારાયણ મંદિરમાં પોલીસને મોકડ્રીલ કરવામાં ભારે પડી. મંદિરમાં હાજર બાળકોના ડર અને ચીસોથી ગુસ્સે થયેલા એક પિતાએ ડમી આતંકવાદીને થપ્પડ મારી હતી, જેનો વીડિયો સામે આવ્યો છે.

સ્વામિનારાયણ  મંદિરમાં ઘુસ્યો બંદૂકધારી :

ઘટના 6 ઓગસ્ટની સાંજે સ્વામીનારાયણ મંદિરની છે. જ્યારે પોલીસકર્મીઓ આતંકવાદી હુમલાના કિસ્સામાં સજ્જતાની તૈયારીના ભાગ રૂપે મંદિરમાં મોક ડ્રીલ કરી રહ્યા હતા, ત્યારે બાળકો સાથે મોટી સંખ્યામાં પરિવારો ત્યાં હાજર હતા. બંદૂક સાથે ડમી આતંકવાદીને અને એક નાગરિકને બંધક બનાવતા જોઈને મંદિરમાં હોબાળો મચી ગયો હતો. બાળકો ભયથી રડવા લાગ્યા. આ બધાની વચ્ચે, એક બાળકના પિતાને ગુસ્સો આવે છે અને હાથમાં બંદૂક લઈને ડમી આતંકવાદીને થપ્પડ મારે છે.

બાળકો ભયથી રડવા લાગ્યા :

આ પછી હોબાળો શરૂ થયો હતો. હંગામો જોઈને સ્થળ પર હાજર પોલીસકર્મીઓએ દરમિયાનગીરી કરી હતી. ગુસ્સે થયેલા વ્યક્તિને પોલીસ સમજીને લઈ જવામાં આવ્યો હતો.  દરમિયાન, પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ઑફિસના કંટ્રોલ રૂમને ફોન આવ્યો કે ધુલે શહેરના દેવપુર વિસ્તારમાં આવેલા શ્રી સ્વામીનારાયણ મંદિરમાં આતંકવાદીઓ ઘૂસ્યા છે.

થઇ ગઈ મોટી માથાકૂટ :

થોડી જ વારમાં ધુલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. જોકે, પોલીસ દ્વારા આ મોકડ્રીલ હોવાની જાણ શહેરીજનોને થતાં તેઓએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે મંદિરમાં પોલીસે અચાનક કરેલી મોકડ્રીલ અને પછી થપ્પડની ઘટનાને પગલે થોડીવાર માટે મંદિરમાં અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો. આતંકવાદી ખતરાનો સામનો કરવા માટે, ધુલે પોલીસે સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને શહેરના સ્વામીનારાયણ મંદિરની કેન્ટીનમાં મોક ડ્રીલ હાથ ધરી હતી.

Niraj Patel