ધન પ્રાપ્તિ અને કષ્ટ નિવારણ કરવા માંગો છો ? તો હોળી ઉપર કરો આ ચમત્કારિક ઉપાય

હોળી પર આટલું કરો, ધન-લક્ષ્મીની છોળો ઉડશે

હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ઘણા લોકો હવે હોળી દહનની તૈયારીઓમાં લાગી ગયા છે. એવું માનવામાં આવે છે કે હોલિકા દહનની સાથે જ ખરાબ શક્તિઓનું પણ દહન થાય છે. હોલિકા દહન ઉપર કરવામાં આવેલી પૂજા પણ ઘણા પ્રકારની મુશ્કેલીઓને દૂર કરે છે. હોલિકા દહનની રાત પણ ખુબ જ ખાસ માનવામાં આવે છે.

જે લોકોના જીવનમાં ધન, દેવું, રોગ, કેરિયર અને બિઝનેસ સાથે જોડાયેલી મુશ્કેલીઓ થતી હોય તો હોલિકા દહનના દિવસે કેટલાક ચમત્કારિક ટોટકાનો ઉપાય કરીને તમામ સમસ્યાઓથી મુક્તિ મળેવી શકો છો. ચાલો જાણીએ હોલિકા દહનના સમયે કયા લાભકારી અને ચમત્કારી ઉપાયો કરી શકાય છે.

1. ભાગ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ માટે:
હોલિકા દહનની રાત્રે બરાબર 12 વાગે કોઈપણ પીપળાના ઝાડ નીચે શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવીને 7 વાર પીપળાના ઝાડની પરિક્રમા કરવી જોઈએ. આમ કરવાથી ભાગ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થઇ જશે.

2. સ્વાસ્થ્ય અને ધનલાભ માટે:
હોલિકા દહન સમયે હોળીના 3 અથવા તો સાત ફેરા પોતાના સમગ્ર પરિવાર સાથે લગાવવા જોઈએ જેનાથી તમારી સ્વાસ્થ્ય અને ધન સંબધિત સમસ્યામાં રાહત મળશે.

3. સમસ્યાના સમાધાન માટે:
હોળીનો ઉત્સવ માનવતા પહેલા કોઈપણ દેવ મંદિરમાં જઈને દેવી-દેવતાઓને ગુલાલ ચઢાવવો જોઈએ અને ભગવાન સામે પોતાની બધી જ મુશ્કેલીઓ જણાવવી. આમ કરવાથી જલ્દી જ સમસ્યાઓનું નિવારણ થાય છે.

4. ખરાબ નજરથી બચાવવા માટે:
હોલિકા દહનના બીજા દિવસે હોળીની રાખથી પુરુષોએ તિલક લગાવવું જોઈએ. તો મહિલાઓએ આ રાખ પોતાના ગળા ઉપર લગાવવી જોઈએ. આ ચમત્કારિક ઉપાયથી ખરાબ નજરથી બચી શકશો.

5. મુશ્કેલીઓથી છુટકારો મેળવવા:
હોળીના દિવસે સવારે નાહી ધોઈને ભગવાન શંકરના મંદિરમાં જવું અને ત્યાંથી પાનના પાનાં ઉપર આખી સોપારી અને હળદરની ગાંઠ રાખીને ભોલેનાથને ભોગ લગાવવો. ત્યારબાદ સાંજે શિવલિંગની પાસે દીવો સળગાવવો. આમ કરવાથી તમામ મુશ્કેલીઓ દૂર થઇ જશે.

6. ધન પ્રાપ્તિના માર્ગ ખોલવા:
હોળીના દિવસે નવ લીંબુઓની એક માળા ગૂંથી લેવી. ત્યારબાદ આ માળાને ભૈરવજીને અર્પિત કરી દેવી. આ ઉપાય કરવાથી જલ્દી જ ધન પ્રાપ્તિના માર્ગ ખુલવા લાગશે.

7. સ્વાસ્થ્યને યોગ્ય રાખવા માટે:
હોળીના દિવસે અડદની દાળથી બનેલા દહીં વડા અને જલેબી સાત સફાઈ કર્મીઓને વહેંચવાનો ઉપાય કરવાથી સ્વાસ્થ્ય સારું રહેશે.

Niraj Patel