લાડલા દિયરે ક્લિક કરી ભાભી મીરા રાજપૂતની પ્રેમાળ તસવીર, નાની પિંક ડ્રેસમાં ફલોન્ટ કરતી જોવા મળી ટોન્ડ લેગ્સ

દિયરે ભાભીની ગ્લેમરસ તસવીરો ક્લિક કરીને એ જોતા જ મીરા રાજપૂતનું આવ્યુ આવુ રિએક્શન

બોલિવુડમાં સ્ટાઇલિશ સ્ટાર પત્નીઓમાં શાહિદ કપૂરની લેડીલવ મીરા રાજપૂત હંમેશાથી ચાહકોની પસંદગીતા રહી છે. કોરોના મહામારી વચ્ચે પણ મીરાની વર્ચુઅલ મીટિંગ વોર્ડરોબે ચાહકોને ઘણા પ્રભાવિત કર્યા છે. તેમનો શાનદાર વર્કફ્રોમ હોમ લુક ઘણીવાર બધાને સ્ટાઇલ ગોલ આપતો જોવા મળે છે. (Image Credit/Instagram-mira.kapoor)

મીરાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર તેની બે તસવીરો શેર કરી છે. મીરાએ આ પોસ્ટ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરોને ચાહકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

તસવીરોમાં મીરા આરામથી સોફા પર બેસેલી જોવા મળી રહી છે. આ તસવીર મીરા રાજપૂતના દિયર અને અભિનેતા ઇશાન ખટ્ટર દ્વારા ક્લિક કરવામાં આવી છે. મીરાની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. તેની આ તસવીર ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

મીરાએ શેયર્ડ પિંક કલરની ડ્રેસ પસંદ કરી છે. હોલ્ટર નેકલાઇન આઇટફિટમાં મીરા ઘણી સુંદર લાગી રહી છે. આ ડ્રેસમાં કોલ્ડ શોલ્ડર્સ ડિઝાઇન હતી, જે લુકમાં વાઇબ્સ એડ કરી રહી હતી.

મીરા રાજપૂત પોતાને ઘણી ફિટ રાખે છે. જેને કારણે એ વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે કે, તે બે બાળકોની માતા છે. આ ડ્રેસમાં સ્ટાર વાઇફ તેના ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. મીરા આ લુકમાં ઘણી જ સ્ટનિંગ લાગી રહી છે.

આ તસવીરો શેર કરતા મીરા રાજપૂતે કેપ્શન પણ આપ્યુ છે, તેણે લખ્યુ કે, Zoom VS Reality. ચાહકો આ તસવીર પર કમેન્ટ કરી પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે તો આ તસવીર પર કમેન્ટ કરી લખ્યુ કે, મને તો તમારો ફોટોગ્રાફર જોઇએ.

તમને જણાવી દઇએ કે, મારી રાજપૂતની તસવીરોને થોડા જ કલાકમાં લાખો લાઇક્સ આવી ગઇ હતી. મીરા રાજપૂત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની ગ્લેમરસ અને હોટ તસવીરો શેર કરતી રહે છે.

મીરા લાઇવ સેશન પર ચાહકો સાથે વાતચીત પણ કરે છે અને ઘણીવાર તો તે ફિટનેસ અને બ્યુટી ટિપ્સ પણ આપતી જોવા મળે છે.

Shah Jina