કોલેજની છોકરીઓની જેમ નાનુ સ્કર્ટ પહેરી મીરા રાજપૂત નીકળી બહાર, સિંપલ કુડી બની ગઇ ગ્લેમરસ બાલા

2-2 બાળકોની મમ્મીએ એવું સ્કર્ટ પહેર્યું કે તસવીરો જોઈને આંખો પહોળી થઇ જશે

બોલિવુડ અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત ભલે ફિલ્મી દુનિયાની નથી. પરંતુ તેની સ્ટાઇલ અપીયરેંસ એકદમ ટોપ અભિનેત્રી વાળી છે. મીરાની સ્ટાઇલ ઘણી બ્રાઇટ-વાઇબ્રેંટ, યંગ છે. તે તેની હોટ ફેશનને કારણે અવાર નવાર સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે. મીરા બોલિવુડનો પાર્ટ ન હોવા છત્તાં તેની પોપ્યુલારિટી કોઇ સેલિબ્રિટીથી ઓછી નથી.

મીરા રાજપૂત હંમેશાથી તેના સુપર સ્ટનિંગ લુક્સથી લોકોને સરપ્રાઇઝ કરતી રહેતી હોય છે. મીરાની સ્ટાઇલ સિંપલ અને ગર્લી છે. તેને કયારેય તમે લાઉડ ડ્રેસ કેરી કરતા નહિ જોઇ હોય. આવો જ એક લુક મીરાનો હાલમાં જોવા મળ્યો છે. જયારે હસીનાને પોતાના મિત્રો સાથે પાર્ટી કરતા સ્પોટ કરવામાં આવી. આ દરમિયાન તેણે એવા કપડા પહેર્યા હતા કે જે તેના પૂરા લુકના સ્ટાઇલ કોશંટનો જબરદસ્ત રીતે હાઇલાઇટ કરી રહ્યા હતા.

મીરા રાજપૂતને મુંબઇના બાંદ્રામાં મિત્રો સાથે ડિનર પાર્ટી કરતા સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન સ્ટાર વાઇફે બ્લેક પ્રિંટેડ સ્કર્ટ સાથે નોટી વ્હાઇટ કલરનુ ક્રોપ ટોપ પહેર્યુ હતુ. જેને તેણે વેસ્ટ પોર્શન પરથી બાંધ્યુ હતુ. મીરા રાજપૂતે જે શોર્ટ લેંથ વાળો સ્કર્ટ પહેર્યો હતો તેમાં વ્હાઇટ કલરના પોલ્કા ડોટ્સ બનેલા હતા.

સ્કર્ટની હેમલાઇનમાં લાઇટ પ્લીટ્સ ક્રિએટ કરવા માટે હોરિઝોન્ટલ પૈટર્નમાં સ્ટીચિંગ કરવામાં આવી હતી. જે તેને પ્રિટી લુક આપી રહી હતી. મીરાએ આ લુક સાથે કેઝ્યુઅલ સ્લાઇડર્સ મેચ કર્યા હતા. જેની સાથે Fendi લગ્ઝરી ફેશન હાઉસનું બ્લુ બેગ કેરી કર્યુ હતુ. જેમાં તે બિલકુલ એક કોલેજ ગર્લ લાગી રહી હતી. મીરાએ આ સ્ટનિંગ લુક સાથે એકદમ સિંપલ મેકઅપ કર્યો હતો. જેની સાથે તેણે વાળને ખુલ્લા રાખી ફૂલવાળી હેરબેન્ડ એક્સેસ કરી હતી.

આ વાતમાં તો કોઇ રાય નથી કે હાજર સમયમાં બી-ટાઉનની સૌથી હોટેસ્ટ મોમ્સ અને સ્ટાર વાઇફ્સમાંની એક છે મીરા રાજપૂત. યંગ હોવા અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે પહેલાથી કોઇ સંબંધ ન ધરાવનાર હસીના હવે પતિના પ્રોફેશન સાથે જોડાયેલ દુનિયાથી ઘણી સારી રીતે વાકેફ થઇ ચૂકી છે. આ વસ્તુ તેના ક્લોથિંગ સિલેક્શનમાં જોવા મળે છે. મીરાની સોશિયલ મીડિયા પર ખૂબ જ સારી ફેન ફોલોઇંગ છે. સોશિયલ મીડિયા પર તે તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહેતી હોય છે.

તમને જણાવી દઇએ કે, શાહિદ કપૂરે મીરા રાજપૂત સાથે વર્ષ 2015માં લગ્ન કર્યા હતા. મીરા અને શાહિદના બે બાળકો છે. તેમને એક દીકરી મીશા છે અને એક દીકરો જૈન છે. મીરા અને શાહિદની ઉંમરમાં 13 વર્ષનું અંતર છે.

Shah Jina