BREAKING : આ જગ્યાએ પહાડ તૂટવાથી સર્જાઈ મોટી દુઘટના, 10 વાહનો દબાઈ ગયા, આટલાના મોત, 20-25 લોકો…

હરિયાણાના ભિવાની જિલ્લામાં નવા વર્ષે જ મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીંયા પહાડ ઘસી પાડવાના કારણે 8ઠ્ઠી 10 વાહનો દબાઈ ગયા છે. જેમાં લગભગ 15થી 20 લોકો દબાઈ ગયા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, આ દુર્ઘટનામાં 2 લોકોના મોતની પુષ્ટિ થઇ ગઈ છે, જ્યાં ત્રણ લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર ડાડમ ખનન ક્ષેત્રમાં પહાડનો  ધસી પડવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. પ્રસાશનિક અમલા રાહત કાર્યમાં જોડાઈ ગયું છે. તો ઘટના સ્થળ ઉપર મીડિયા કર્મીઓ અને સામાન્ય લોકોને જવા ઉપર પાબંધી લગાવી દેવામાં આવી છે. ઘટના સ્થળે પહોંચેલા કૃષિ મંત્રી જેપી દલાલ અને એસપી અજિત સિંહ શેખાવતે ગઠન સ્થળનું નિરીક્ષણ કર્યું.

ભિવાની એસપી અશોક શેખાવતે ફોન ઉપર જાણકારી આપતા કહ્યું કે આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થઇ ગયા છે. તો બે લોકો ગંભીર રીતે ઘાયલ છે. પહાડના મલબામાં ચાર પોકલેન, 4 ડમ્પર અન્ય મશીનો દબાયા હતા. હજુ કેટલા લોકો આ કાટમાળમાં દબાયેલા છે તેની જાણકરી નથી આવી. એસપીએ કહ્યું કે રાહત બચાવ કાર્ય યુદ્ધસ્થર ઉપર ચાલી રહ્યું છે.

Niraj Patel