હવે માલદીવ ફરવા જવા માટે લાખો રૂપિયા ખર્ચવાની જરૂર નથી, આપણા દેશમાં આ જગ્યાએ છે મીની માલદીવ, નજારો જોઈને આભા બની જશો, જુઓ

માલદીવ એક એવી જગ્યાએ છે જ્યાં ફરવા જવાનું મોટાભાગના લોકો સપનું જોતા હોય છે. પરંતુ ત્યાં જવાનો ખર્ચ ખુબ જ વધારે છે.  બોલીવુડના ઘણા સેલેબ્સ પણ માલદીવ જતા હોય છે અને ત્યાંથી તે પોતાના પ્રવાસ દરમિયાનના વીડિયો અને તસવીરો પણ શેર કરતા હોય છે, જેને જોઈને આપણું પણ મન લલચાય છે, પરંતુ ખર્ચ વધુ હોવાના કારણે આપણે આપણા સપનાને મારી નાખવા પડે છે. પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી. ભારતમાં પણ એક એવી જગ્યા છે, જ્યાં મીની માલદીવ આવેલું છે.

આ જગ્યા ઉત્તરાખંડના ટિહરીમાં છે. અહીં તમે માલદીવની જેમ ખૂબ એન્જોય કરી શકો છો. આ સિવાય આ સફર તમારા બજેટમાં પણ હશે. ઉત્તરાખંડનું મિની માલદીવ ટિહરી ડેમ પર આવેલું છે. તે ગંગા નદી અને ભાગીરથી નદી પર બનેલ છે. આ જગ્યાને ‘ફ્લોટિંગ હટ્સ એન્ડ ઈકો રૂમ્સ’ પણ કહેવામાં આવે છે.

અહીંથી તમને પર્વતો અને સુંદર ખીણો જોવા મળશે. ખાસ વાત એ છે કે ફ્લોટિંગ હાઉસમાં રહેવા સિવાય તમે બીજી ઘણી વસ્તુઓનો આનંદ લઈ શકો છો. અહીં તમે નદીમાં ઘણી મનોરંજક પ્રવૃત્તિઓ કરી શકો છો. તમે નદીમાં ખાસ બોટિંગ, બનાના રાઇડ્સ અને પેરાસેલિંગનો પણ આનંદ માણી શકો છો.

આ ઉપરાંત, તમે કેયકિંગ, બોટિંગ, જોર્બિંગ, બનાના વોટ રાઈડ, બેન્ડવેગન વોટ રાઈડ, હોટડોગ રાઈડ, પેરાગ્લાઈડિંગ અને જેટ સ્કીઈંગ જેવી બીજી ઘણી વોટર ફન એક્ટિવિટીનો પણ આનંદ લઈ શકો છો. તમને જણાવી દઈએ કે ઉનાળાની ઋતુમાં અહીં પ્રવાસીઓની સંખ્યા વધુ હોય છે. દૂર-દૂરથી લોકો અહીં ફરવા પહોંચે છે.

આ સુંદર જગ્યાએ તમે તમારા ખાસ દિવસ માટે જન્મદિવસ અથવા લગ્ન પહેલાનું ફોટોશૂટ પણ કરાવી શકો છો. આ સિવાય જો તમે તમારા પરિવાર, મિત્રો કે પાર્ટનર સાથે ફરવા ગયા હોવ તો પણ તમે અહીં ફોટોશૂટ કરાવી શકો છો. અહીં તરતી ઝૂંપડીઓ અને પાણી પર સુંદર ખીણો તમારા ફોટામાં સુંદરતાનો ઉમેરો કરશે.

ફ્લોટિંગ હાઉસ માટે બુકિંગ ખૂબ જ સરળ છે. આ માટે તમે ઓનલાઈન બુકિંગ કરી શકો છો. ઘણી વેબસાઇટ્સ અથવા એપ્સ છે જેના દ્વારા તમે રૂમ બુક કરી શકો છો. રૂમ બુક કરતી વખતે તમારા બજેટને ધ્યાનમાં રાખો. જો જરૂરી ન હોય તો, ખૂબ ખર્ચાળ રૂમ ન લો. અતિશય ખર્ચ ન કરો જેથી તમે મુસાફરી દરમિયાન અન્ય વસ્તુઓને જોઈ શકો.

તમે અહીં પહોંચવા માટે ફ્લાઈટ લઈ શકો છો. દેહરાદૂન એરપોર્ટ અહીંથી સૌથી નજીક છે. ઋષિકેશથી તમે અહીં પહોંચવા માટે બસ લઈ શકો છો. અહીં ફરવા માટેનો શ્રેષ્ઠ સમય એપ્રિલથી જૂનના ઉનાળાના મહિનાઓ છે.

Niraj Patel