આ દીકરીને કઠોર પરિશ્રમ અને મહેનતનું ફળ મળ્યું, ISSની પરીક્ષામાં દેશભરમાં હાંસલ કરી 12મી રેન્ક, મા દૂધ વેચી ચલાવે છે ગુજરાન

સફળતા મેળવવા માટે ઘણા લોકો ખુબ જ મહેનત કરતા હોય છે. પોતાના નિર્ધારિત લક્ષ સુધી પહોંચવા માટે દિવસ રાત એક કરી દેતા હોય છે. ઘણા લોકોને આપણે જોયા છે કે પોતાની સામાન્ય અને ગીરીબા પરિસ્થિતિમાંથી આઈએએસ કે આઇપીએસ સુધી પહોંચી જતા હોય છે. હાલમાં જ એક દૂધ વેચવા વાળીની દીકરીની સફળતાની કહાની સામે આવી છે.

સંઘ લોક સેવા આયોગ (UPSC)એ ભારતીય આંકડાકીય સેવા (ISS) પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું. આ પરીક્ષાની અંદર હરિયાણાના હિંસ્રની દીકરીએ દેશભરમાં 12મી રેન્ક મેળવી. કોચિંગ ક્લાસ વગર પરીક્ષામાં સફળતા મેળવવા વાળી હિંસ્રની કલ્પનાના ઘરે લોકોએ શુભકામનાઓ આપવામાં માટે ભીડ લગાવી છે.

કલ્પનાની આ પસંદગી થવા ઉપર તેના ઘર આબાદ નગર ક્ષેત્રમાં મીઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત કરી છે. કલ્પનાની મા રાજબાલાની ખુશીનું પણ ઠેકાણું નથી રહ્યું. તેમનું કહેવું છે કે દીકરીએ પરિવારનું જ નહીં પરંતુ 12મી રેન્ક મેળવીને સમગ્ર પ્રદેશનું નામ રોશન કર્યું છે.

તેમને જણાવ્યું કે તેમની દીકરી બાળપણથી જ ખુબ જ હોશિયાર હતી. આજે તેની મહેનત અને લગનનું પરિણામ તેને મળ્યું છે. જે આ પરીક્ષામાં પાસ થઈને 12મુ સ્થાન મળેવી શકી છે.

તેમને જણાવ્યું કે કલ્પના આઈએસએસ ભારતીય આંકડાકીય સેવાની તૈયારી કરી અને કોચિંગ ક્લાસ વગર તેને આ પરીક્ષા પાસ કરી. કલ્પનાએ જણાવ્યું કે કોચિંગ ક્લાસ વગર આ થોડું મુશ્કેલ હતું, પરંતુ તેને તેની મહેનતમાં કોઈ ઉણપ આવવા દીધી નહીં. કોચિંગ વગર ઈમાનદારી સાથે તેને પરીક્ષા આપી.

કલ્પના પોતાની સફળતાનો શ્રેય તેના પરિવારજનો અને શિક્ષકોને આપે છે. કલ્પનાની માતા રાજબાલા ગામની અંદર જ દૂધની ડેરી ચલાવે છે. રાજબાલા પોતે જ હિસાર સુધી દૂધ લઈને જાય છે અને વેચે છે.

કલ્પનાના પિતા પટવારી છે અને તે હાલમાં સિવાનીમાં ફરજ બજાવી રહ્યા છે. તેનો ભાઈ રોહતકમાં એમબીબીએસ ઇન્ટર્નશિપ કરી રહ્યો છે. કલ્પનાના દાદા દયારામ ગાવડ પૂર્વ સરપંચ છે.

Niraj Patel