આ મહિલાએ ફોનનું લોક ખોલવા માટે અપનાવી એવી ટ્રીક કે દુનિયા પણ તેના ટેલેન્ટને જોઈને હેરાન રહી ગઈ, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં ઘણીવાર એવા ગજબના ટેલેન્ટ જોવા મળતા હોય છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. ઘણા લોકો કેટલાક કામમાં એટલી ગજબની ટ્રીક વાપરતા હોય છે કે આપણી અક્કલ પણ કામ ના કરે, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં પણ એક એવી ગજબની ટ્રીકનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેને લોકોને પણ હેરાનીમાં નાખી દીધા છે.

વાયરલ વીડિયોમાં એક મહિલા થૂંકનો ઉપયોગ કરીને પોતાનો ફોન અનલોક કરતી જોવા મળી રહી છે. આ મહિલાના આ વિચિત્ર વીડિયોએ ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. ડેઈલી સ્ટાર અનુસાર, મિયામી, યુ.એસ.ની મિલા મોનેટે ગયા મહિને તેની “છુપી પ્રતિભા” છતી કરતો એક વીડિયો શેર કર્યો હતો. આ મહિલાએ તેના મિત્રોની સામે પબમાં પોતાની અનોખી કુશળતા બતાવી છે.

શું કોઈ પણ વ્યક્તિ ક્યારેય પોતાના થૂંકથી મોબાઈલ અનલોક કરી શકે છે ? જવાબ હશે ના… પરંતુ અમેરિકાના મિયામીમાં રહેતા મોનેટે આ પરાક્રમ કરી બતાવ્યું છે. તેણીએ તેનો ફોન તેના હાથમાં પકડ્યો છે, પછી કીપેડ પર તેની લાળ ફેલાવે છે, તમે આ લાળ વહન કૌશલ્ય જોઈને આશ્ચર્ય પામશો.

વીડિયોમાં જોઇ શકાય છે કે તે તેના ફોનને સફળતાપૂર્વક અનલોક કરવા માટે છ અલગ-અલગ નંબરો પર થૂંકતી જોવા મળે છે. તે ફરી જુએ છે કે મોબાઈલ અનલોક થયેલો છે. આ પછી, હસતાં, તે લાળથી ભીનું મોં લૂછી નાખે છે. આ પરાક્રમ કરતી વખતે, તેણીના એક મિત્રને અવિશ્વાસથી બૂમો પાડતા સાંભળી શકાય છે. ફુલ સ્પીડ મ્યુઝિક વગાડતી ભીડવાળી જગ્યાએ, આવી સામાન્ય જગ્યાએ પણ તેની તેજસ્વી કુશળતાને કરી શકે છે.

Niraj Patel