સમોસા અને ગુલાબ જામ્બુ ખાતા ખાતા મિયાં ખલીફાએ કહી આ વાત. જુઓ વાયરલ થઇ રહેલો વીડીયો

મિયા ખલીફાએ ઇન્ડિયન ફૂડ ખાતા ટ્રોલર્સને મુંહતોડ આપ્યો જવાબ

અમેરિકન મોડલ અને પૂર્વ મિયાં ખલિફા હાલમાં ખુબ જ ચર્ચામાં ચાલી રહી છે. જેનું કારણ છે ખેડૂતોના સમર્થનમાં કરવામાં આવેલી મિયાં ખલિફાની ટ્વીટ. મિયાની ટ્વીટ બાદ તેને સતત ટ્રોલિંગ કરવામાં આવી રહી છે. પરંતુ તે છતાં પણ ફરી એકવાર મિયાંએ ખેડૂતોના સમર્થનમાં એક વિડીયો શેર કર્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર  આમ તો મિયાં ભારતીય વ્યંજનોનો લુપ્ત ઉઠાવતી જોવા મળી રહી છે. પરંતુ તેને આના દ્વારા ટ્રોલર્સને પણ જવાબ આપી દીધો છે. મિયાં ખલીફાએ આ વીડિયો પોતાના ટ્વીટર ઉપર શેર કર્યો છે. આ વીડિયોની અંદર મિયાં જણાવી રહી છે કે બહુ જ સારું લાગે છે જયારે તમે સખ્ત મહેનત કરો છો. અને આ મહેનતના કારણે તમે કઈ કમાવ છો. જેમ કે આજે મેં ખુબ જ લઝીઝ ડિનર કમાયું છે. આ માણસાઈની રીતે સોશિયલ મીડિયા ઉપર ચલાવવામાં આવેલા કેમપેનના કારણે મને મળ્યું છે.

મિયાં આગળ જણાવે છે કે દરેક વસ્તુની કિંમત હોય છે. મારા કામ માટે મને સમોસા અને આ બધું મળ્યું.  એટલું જ નહીં, મિયાંએ આ વીડિયો દ્વારા ફરી એકવાર ખેડૂતોનો પણ ઉલ્લેખ કર્યો, તેમને એ લોકોનો આભાર વ્યક્ત કર્યો જેમને તેના માટે સ્વાદિષ્ટ ડિનર મોકલ્યું.

આ ઉપરાંત મિયાંએ વીડિયોના કેપશનમાં લખ્યું છે “ધન્યવાદ રૂપી કૌર. આ ખુબ જ સુંદર દાવત માટે. ધન્યવાદ જગમિત સિંહ, ગુલાબ જાંબુ માટે. હું હંમેશા ચિંતિત રહું છું, મિષ્ટાન માટે હંમેશા મારુ પેટ ભરેલું રહે છે. એટલા માટે હું તેને જમવા દરમિયાન જ ખાઈશ. તમને ખબર છે કે તે શું કહે છે. એક ગુલાબ રોજ ફાંસીવાદને દૂર રાખે છે.

તમને જણાવી દઈએ કે મિયાં ખલીફાએ ખેડૂત આંદોલનના સમર્થનમાં એક ટ્વીટ કરી હતી. જેમાં તેને લખ્યું હતું કે “ખેડૂતોને મારવાનું બંધ કરો. દિલ્હીમાં ઇન્ટરનેટ કટ કરી દેવામાં આવ્યું છે. આ શું ચાલી રહ્યું છે ?” મિયાં ઉપરાંત અમેરિકી પૉપ સિંગર રિહાના અને વિદેશી પર્યાવરણ સંરક્ષણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ દ્વારા પણ ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વીટ કરી હતી.

Niraj Patel