મનોરંજન

બીભત્સ ફિલ્મોની સ્ટાર મિયા ખલીફાના બીજા લગ્ન પણ તૂટ્યા, પતિ રોબર્ટ સાથે છૂટાછેડા લઇ રહી છે અને…

સ્ટાર મિયા ખલીફાએ પતિ રોબર્ટ સૈંડબર્ગ સાથે છૂટાછેડા લેવાનુ એનાઉન્સમેન્ટ કર્યુ છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર  છૂટાછેડા લેવાના નિર્ણય પર પોસ્ટ કરી છે. વર્ષ 2019માં સગાઇ અને છેલ્લા વર્ષે લોકડાઉનમાં લગ્ન, મિયાની મેરિડ લાઇફને હજી તો 2 વર્ષ પણ પૂરા થયા નથી. રોબર્ટ સાથે તેનો સંબંધ આટલો જ ટકી શક્યો. જો કે, મિયાએ પોસ્ટમાં જણાવ્યુ કે તેણે આ સંબંધને બચાવવાની કોશિશ ઘણી કરી.

મિયાએ લખ્યુ કે, અમે એ કોન્ફિડન્ટ સાથે કહી શકીએ છીએ કે અમે અમારા લગ્નને બચાવવામાં કોઇ જ કમી રાખી નથી પરંતુ એક વર્ષના થેરેપી અને કોશિશ બાદ અમે અમારા રસ્તા અલગ કરી લીધા છે. એ વિચારીને કે અમારી પાસે જીવનભર એક સારો મિત્ર રહેશે અને અમે કોશિશ પણ કરી હતી.

મિયાએ તેની પોસ્ટમાં આગળ લખ્યુ કે, અમે એકબીજાને હંમેશા પ્રેમ કરીશુ. એકબીજાની ઇજ્જત કરીશુ. કારણ કે અમને ખબર છે કે એક ઘટના અમને અલગ નથી કરી શકતી. પરંતુ ઉલજેલા સંબંધ અને કેટલાક ફંડામેન્ટલ ડિફરેંસેસ જેના માટે તમે પોતાને દોષી ન ઠહેરાવી શકો.

મિયાએ વધુમાં લખ્યુ કે, અમે આ ચેપ્ટરને કોઇ પણ અફસોસ વગર બંધ કરી રહ્યા છીએ અને એકબીજાના રસ્તા અલગ કરી રહ્યા છે. પરંતુ પરિવાર, મિત્રો અને ડોગ્સ માટે જોડાયેલા રહીશું.  એ ઘણા સમયી કહેવાનું બાકી હતુ પરંતુ અમને ખુશી છે કે અમે અમારો સમય લીધો તેમાં પોતાનો સમય આપ્યો અને હવે એ કહેતા અલગ થઇ શકીએ છીએ કે અમે પૂરી કોશિશ કરી.

મિયા અને રોબર્ટ બંનેએ આ પોસ્ટ પર કમેન્ટ ઓફ કરી દીધી છે જેના કારણે યુઝર્સ પોતાનુ રિએક્શન આપી શકતા નથી. આ પોસ્ટ તેણે થોડા સમય પહેલા શેર કરી હતી. છેલ્લા વર્ષે એપ્રિલમાં મિયાએ તેના લગ્નને પોસ્ટપોન કરવાની જાણકારી આપી હતી અને જૂન 2020માં તેના લગ્ન થવાના હતા. પરંતુ કોરોનાને કારણે તેમણે લગ્નને પોસ્ટપોન કરવાનો નિર્ણય કર્યો.

મિયા ખલીફાના આ બીજા લગ્ન હતા. રોબર્ટ પહેલા ફેબ્રુઆરી 2011માં મિયાએ તેના હાઇ સ્કૂલ બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા. બંને વર્ષ 2014માં અલગ થઇ ગયા હતા. પછી વર્ષ 2016માં તેમના છૂટાછેડા થયા હતા. વર્ષ 2014થી લઇને 2015 વચ્ચે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી હતી. મિયાના બીજા લગ્ન પણ સફળ ન રહી શક્યા.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)