હજુ આકરી ગરમી સહન કરવી પડશે ! હવામાન વિભાગની આગ ઝરતી ગરમી પડવાની આગાહી

Heat Wave / આકરી આગાહી – રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની સાથે યલો એલર્ટ

રાજ્યમાં કાળજાળ ગરમી શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે. જો કે, ગુજરાતીઓએ હજુ પણ આકરી ગરમી સહન કરવી પડશે. હવામાન વિભાગે આકરી ગરમીની આગાહી કરી છે. આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહશે અને બે દિવસ કચ્છ તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

રાજ્યના 10 શહેરમાં તો 39 ડિગ્રી પારો નોંધાયો હતો. જ્યારે ભુજ રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી પર પારો પહોંચ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હીટવેવને કારણે લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે, તેમજ બપોરના સમયે જરૂર વિના બહાર ન નિકળવા સુચના આપવામાં આવી છે. તાપથી બચવા માટે મોઢે રૂમાલ કે હેલમેટનો ઉપયોગ કરવો.

Shah Jina