વિક્રમ સંવત 2079 રાશિફળ : મેષ રાશિના જાતકો માટે આ નવું વર્ષ રહેવાનું છે ખુબ જ લાભકારક, જાણો આ વર્ષે શું થશે તમારા જીવનમાં ખાસ

વિક્રમ સંવત 2079 તમામ રાશિનું રાશિફળ વાંચવા માટે અહીં ક્લિક કરો ! જુઓ તમામ રાશિઓનું રાશિફળ 

મેષ રાશિના જાતકો માટે સંવત 2079ના વર્ષમાં કાર્યસ્થળમાં જવાબદારીઓ અને પ્રભાવ વધશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. સગર્ભા સ્ત્રીઓએ તણાવથી દૂર રહેવું જોઈએ. પ્રિયજનો તરફથી મદદ મળશે. પૈસાથી ફાયદો થશે. 2079ના નવા વર્ષની શરૂઆતથી લઈને 2080 સુધી વિવિધ તબક્કાઓમાં કેવું રહેશે તમારું રાશિફળ જોઈએ.

પરિવાર:
માતા-પિતાના સ્વાસ્થ્ય પર તેની પ્રતિકૂળ અસર પડશે, તેથી તેનું ધ્યાન રાખવું. બળવાન ઘરમાં રાહુ તમને ખૂબ જ હિંમતવાન, મહેનતુ અને સાહસિક બનાવશે, જેના પરિણામે તમે સૌથી મોટો નિર્ણય લેશો અથવા ખૂબ જ સરળતાથી કામ કરશો. અતિશય ઉર્જા ને લીધે તમારે જીદ અને જુસ્સાથી બચવું જોઈએ અને પરિવાર ના વરિષ્ઠ સભ્યો કે ભાઈઓ સાથે કોઈ મતભેદ ના થાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ.

નોકરી:
શરૂઆતથી જ ગુરુ તમારા ભાગ્યમાં બેઠો છે, જેની અમૃત દ્રષ્ટિ તમારા અને તમારા જ્ઞાન પર પડી રહી છે, તેથી તમને શૈક્ષણિક સ્પર્ધામાં સારી સફળતા મળશે અને તમને સંતાન સંબંધિત ચિંતાઓમાંથી પણ મુક્તિ મળશે.

લગ્ન:
આ નવર વર્ષમાં લગ્ન કરવા ઇચ્છતા લોકો માટે સારા સંબંધો આવી શકે છે.  ઉપરાંત નવા દંપતી માટે સંતાન પ્રાપ્તિની પણ સંભાવના રહેશે.

પ્રવાસ:
આ સમય દરમિયાન તમે યાત્રાને સારી રીતે માણસો. જો તમે વિદેશ પ્રવાસ કરવા અને વિદેશી નાગરિકતા માટે અરજી કરવા માંગતા હોવ તો પણ આ વર્ષ તમારા માટે વરદાનથી ઓછું નથી, લાભ લો. વેપારી વર્ગ માટે પણ ભારે અસ્થિરતા છતાં ધંધો નફાકારક રહેશે.

Niraj Patel