Vadodara: અરે બાપ રે ! ટ્રેનમાં લાગી એટલી વિકરાળ આગ કે ટ્રેન થઇ ગઇ ખાખ

હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે અને તેવામાં અનેક દુર્ઘટનાઓ સામે આવતી રહે છે. હાલ જ ગુજરાત પરથી એક મોટુ સંકટ તાઉ-તે વાવાઝોડાનું ટળ્યુ છે. ત્યાં હવે હાલ વડોદરામાંથી ટ્રેનમાં આગ લાગી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

આજે વહેલી સવારે લગભગ 5:45 વાગ્યાના સુમારે વડોદરા રેલવે યાર્ડમાં આગ લાગી ગઇ હતી. હાલ તો આ આગ કેવી રીતે લાગી તેનું કોઇ કારણ સામે આવ્યુ નથી પરંતુ ટ્રેન ખાલી હોવાથી મોટી જાનહાની ટળી હતી.

ઘટનાની જાણ થતા જ રેલવેના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો તેમજ ફાયર બ્રિગેડ અને રેલવે સ્ટાફે મળી આગ પર કાબૂ મેળવી લીધો હતો.

વડોદરા રેલવે યાર્ડમાં બંધ પડેલી મેમુ ટ્રેનમાં કોઇ કારણસર અચનાક આગ ભભૂકી ઊઠી હતી અને ત્રણ ડબ્બાઓ આગની ઝપેટમાં આવી ગયા હતા. જો કે, આગને કારણે કોઇ મોટી જાનહાનિ થઇ નથી, પરંતુ આ આગ કયા કારણેસર લાગી તે જાણવા મળ્યુ નથી.

Shah Jina