જો તમે અને તમારો પરિવાર કોરોનાથી સુરક્ષિત રહેવા માંગો છો, તો આ 10 બાબતોનું અવશ્ય રાખો ધ્યાન

પ્રાઇવેટ હોસ્પિટલમાં લાખો રૂપિયા બચાવવા છે? તો આ જલ્દી વાંચો

ભારતમાં રોજના કોરોનાથી લાખો લોકો સંક્રમિત થઇ રહ્યા છે. ઘણા લોકોના આ ઘાતક વાયરસના કારણે જીવ પણ ચાલ્યા ગયા છે. એવામાં આપણી અને આપણા પરિવારની સુરક્ષા આપણા હાથમાં છે. જો તમે કેટલીક સાવધાની રાખશો તો ચોક્કસ તમારા પરિવારને આ કોરોના સંક્રમણથી બચાવી શકશો અને પોતે પણ સુરક્ષિત રહી શકશો.

કોરોના સંક્રમણથી સાવચેત રહેવા માટે 10 બાબતોનું ધ્યાન તમારે પણ ખાસ રાખવું જોઈએ. ચાલો જોઈએ એ કઈકઈ બાબતો ખાસ ધ્યાન રાખવા જેવી છે.

1. સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. કોઇ પણ વસ્તુને હાથ લગાવ્યા બાદ આશરે 20 સેકન્ડ સુધી હાથોને સારી રીતે ધોવામાં આવે તે જરૂરી

2. કોરોના સંક્રમિત વ્યક્તિનાં સંપર્કમાં આવવાથી બચવું, ખાસ કરીને તાવ, ઉધરસ, શરદી હોય તેવા વ્યક્તિથી 6  ફૂટનુ અંતર જાળવો.

3. તમને કોરોના સંક્ર્મણ થયું હોય અથવા લક્ષણો દેખાતા હોય તો કોઈની નજીક ના જવું. ખાસ કરીને વૃધો અને બાળકો.

4. તમને જો કોરોનના લક્ષણો દેખાતા હોય તો કામકાજના સ્થળ ઉપર કે ઘરની બહાર ના નીકળવું. એકલા જ હોમ આઇસોલેટ થઇ જવું. જો તબિયત વધારે ખરાબ થાય તો ડોક્ટરનો સંપર્ક કરવો.

5. પોતાનાં હાથથી આંખ, મોઢુ તથઆ નાક પર વારંવાર હાથ ન લગાવો. જો એવું કરવું પણ હોય તો પહેલા હાથને સાબુ અથવા સેનેટાઇઝરથી સારી રીતે સાફ કરો ત્યારબાદ જ ચહેરાને સ્પર્શ કરો.

6. માસ્ક અવશ્ય પહેરો, ઘરની બહાર જો નીકળવાનું થાય તો માસ્ક સાથે જ રાખવું અને પહેરીને જ નીકળવું. તેમજ વધારે ભીડભાડવાળા સ્થળો પર ન જવું.

7. મોઢું ઢાંક્યા વગર છીંક કે ઉધરસ ના ખાવી. શ્વાસ અથવા છીંક આવવા દરમિયાન તમારા મોઢાને ટિશ્યું પેપરથી અથવા રૂમાલથી કવર કરો.

8. જયારે પણ તમે બહારથી ઘરમાં આવો ત્યારે પહેલા નાહવા માટે ચાલ્યા જાવ. નહાયા પહેલા ઘરની કોઈ વસ્તુને અડશો નહિ.

9. આવા સમયે એકબીજા સાથે તમારું ખાવાનું શેર કરવાનું ટાળવું જોઈએ. ઘરના દરેક સભ્યએ પોતાના ગ્લાસ, ડીશ અને ટુવાલ સહિત અને વસ્તુઓ અલગ રાખવી જોઈએ.

10. શરીરનું તાપમાન ચેક કરતા રહો. જો તમને તાવ જેવું લાગે તો તરત જ કોરોનાનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ.

Niraj Patel