ભુજમાં MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરતી અમદાવાદની યુવતીનો આપઘાત, ભણવામાં પણ હોશિયાર…મોતનું રહસ્ય જાણો

ભુજમાં MBBSનો અભ્યાસ કરતી અમદાવાદની વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં આપઘાત કરી લેતા ચકચાર, જાણો સમગ્ર મામલો

ગુજરાતમાંતી અવાર નવાર આપઘાતના મામલા સામે આવે છે. છેલ્લા કેટલાક સમયથી તો વિદ્યાર્થીઓના પણ આપઘાતના ઘણા કિસ્સા સામે આવી ચૂક્યા છે, ત્યારે હાલમાં અદાણી મેડિકલ કોલેજમાં MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરતી અમદાવાદની યુવતીના આપઘાતનો મામલો સામે આવ્યો છે. સવારે પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ વિદ્યાર્થીનીનએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે.

આ યુવતિ ભણવામાં પણ હોશિયાર હતી અને તેણે આ પગલુ કેમ ભર્યુ તેનાથી સૌ કોઈ અચંબિત છે. ઘટનાની જાણ થતા જ અમદાવાદથી પરિવાર ભુજમાં દોડી ગયો હતો અને હૈયાફાટ રુદનથી વાતાવરણ પણ ગમગીમ બની ગયુ હતુ. જો કે, બનાવ પાછળનું રહસ્ય હોસ્ટેલની ચાર દીવાલોમાં જ કેદ થઈ ગયું છે. મૂળ અમદાવાદની અને હાલ જી. કે. જનરલ હોસ્પિટલમાં આવેલ અદાણી મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 21 વર્ષીય દેવાંગી પટેલ MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી,

બુધવારે સવારે 7.30 વાગ્યે તે રૂમમાં હતી એટલે આપઘાતનો બનાવ 8 થી 11 વાગ્યાના અરસામાં બન્યો હોવાનું માનવામાં આવી રહ્યુ છે. કોઈ અગમ્ય કારણોસર દેવાંગીએ પંખા પર દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો. જો કે, એવા અહેવાલ છે કે માનસિક તણાવ, ચિંતા જેવા લક્ષણો જોવા મળતાં સાયકિયાટ્રીસને બતાવ્યા બાદ તે દવા લેતી હતી. પ્રાથમિક તપાસમાં તો તણાવમાં આવીને આપઘાત કર્યો હોવાનું માનવામાં આવી રહ્યુ છે. દેવાંગીનો રૂમ સવારથી બંધ હોવાથી 11.30 વાગ્યે બારીનો કાચ તોડી અંદર ડોકિયું કરી જોતા તેણે ફાંસો ખાધો હોવાનું જોવા મળ્યુ હતુ.

File Pic

અદાણી કોલેજના મેડિકલ ડીને જણાવ્યુ કે યુવતીએ આપઘાત કર્યો હોવાનું જાણવા મળતા જ આ મામલાની જાણ તાત્કાલિક બી ડીવીઝનને કરાઈ હતી. મૃતકના પિતાએ કહ્યુ કે, વાવાઝોડા પછી તેને મુંઝારો થવા લાગતા અમદાવાદ બોલાવી હતી અને તેની દવા પણ કરવામાં આવી હતી જો કે પછી બરોબર થઇ ગયુ હતુ. તેણે પરત કોલેજ જવાનું કહેતા ઘરે જ રહેવા સમજાવી પણ પરીક્ષા આવતી હોવાથી અને ભણતર બગડે છે તેમ કહી તેણે જવાનું કહ્યુ અને તે એકલી ટ્રેનમાં આવી હતી. જો કે શનિવારે તેણે થોડી તકલીફ હોવાનું કહેતા પરત આવી જવા કહ્યુ પણ તેણે દવા લીધી હતી. તેણે મંગળવારે ઘરે ફોન કર્યો તો પણ કોઈ વાત નહોતી કરી.

Shah Jina