આ “ચા વાળા”એ કરી દીધી કમાલ ! ઘરેથી 8000 રૂપિયા લઇને લગાવી ચાયની ટપરી… અને 4 વર્ષમાં બની ગયો કરોડપતિ

ચા વેચીને આવી ગયા અચ્છે દિન….બન્યો કરોડપતિ, જાણો સક્સેસ સ્ટોરી

જો જીવનમાં કંઇક અલગ કરવાનુ નિશ્ચિત કરી લઇએ તો કંઇ પણ અસંભવ નથી. મધ્યપ્રદેશના પ્રફુલ્લ બિલ્લોરે આ સાબિત કરી દીધુ છે. બિલ્લોર ચાનો ધંધો કરે છે અને તે એટલો સફળ છે કે તેનું ટર્નઓવર 3 કરોડ રૂપિયા છે. 22 વર્ષનો પ્રફુલ જે અમદાવાદમાં રહે છે અને દેશભરમાં “MBA ચાયવાલા”ના રૂપમાં પ્રસિદ્ધ છે. તમામ કોશિશ છત્તાં પણ પ્રફુલ CATમાં સારો સ્કોર ન કરી શક્યો અને આ માટે તેણે અભ્યાસ વચ્ચે છોડવાનો નિર્ણય કર્યો.

પ્રફુલે આખરે રસ્તા પર ચા વેચવાનું શરૂ કર્યુ. અમદાવાદમાં MBAના અભ્યાસ દરમિયાન તેણે એક રેસ્ટોરન્ટમાં પાર્ટ ટાઇમ કામ કર્યુ અને આ દરમિયાન એક ચા વિક્રેતા સાથે વાત કરી તેણે નક્કી કર્યુ કે તે એક ચાની દુકાન ખોલશે. ધંધાના પહેલા દિવસે તેણે દૂધ ખરાબ હોવુ અને ઘણી વધારે ખાંડ મળાવ્યા બાદ માત્ર એક કપ ચા વેચી.

ધીરે ધીરે તેની દુકાન સારી ચાલવા લાગી. કેટલાક મહિનામાં જ તે 15000 રૂપિયા પ્રતિ માસ સુધી કમાણી કરવાની શરૂ કરી દીધી. આ વચ્ચે તેણે એમબીએ છોડી દીધુ, જો કે તેના માતા-પિતાએ તેનો વિરોધ કર્યો. પ્રફુલે ઊંચાઇઓ સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. તેની કહાની હાલમાં જ “હ્યુમન્સ ઓફ બોમ્બે” દ્વારા શેર કરવામાં આવી હતી.

પ્રફુલે જણાવ્યુ કે, જયારે મેં મારુ બધુ છોડી બાદમાં કેટમાં સ્કોર ન કર્યો તો હું નિરાશ થઇ ગયો, મેં નિરાશ થઇ એક બ્રેક લેવાનુ અને યાત્રા કરવાનો નિર્ણય કર્યો. પરંતુ મારા માતા-પિતા ઇચ્છતા હતા કે હું એક ડિગ્રી હાંસિલ કરુ. 20 વર્ષની ઉંમરે મે મારી બચતનો ઉપયોગ કર્યો. મેં ઘણી યાત્રા કરી પરંતુ અમદાવાદ પહોંચવા પર મેં રોકાવાનો નિર્ણય કર્યો.

તેણે આગળ કહ્યુ કે, મને એક રેસ્ટોરન્ટમાં પાર્ટ ટાઇમ નોકરી મળી. મને ખબર હતી કે મારા માતા-પિતા મને સારી રીતે નહિ સમજે. હું સાચો હતો, તે ગુસ્સે હતા. તે ઇચ્છતા હતા કે મને ડિગ્રી મળે. આ માટે મેં એક એમબીએ કોલેજમાં દાખલો લીધો. હું ભણી રહ્યો હતો અને કામ કરી રહ્યો હતો. ઇમાનદારીથી હું એક MBA વિદ્યાર્થીની તુલનામાં ઘણો કૈશિયરના રૂપમાં સીખી રહ્યો હતો.

પ્રફુલે આગળ જણાવ્યુ કે, હું મારો પોતાનો ધંધો શરૂ કરવા માંગતો હતો. પરંતુ મારી પૈસા ધન ન હતુ. પછી એક દિવસ ચા પીતા પીતા મારી ચા વાળા સાથે વાત થઇ. મને લાગ્યુ કે મારે પણ ચાની કિટલી ખોલવી જોઇએ. મેં તરત એક તપેલુ લીધુ અને એક લાઇટર તેમજ ચલની ખરીદી. પ્રફુલ તેના કામમાં બધુ આપવા માંગતો હતો આ માટે તેણે MBA છોડી દીધુ. જો કે, આ દરમિયાન તેના મતા-પિતાએ કહ્યુ કે તેના પરિવાર માટે આ શરમની વાત છે. અહીં સુધી કે તેના મિત્રોએ પણ તેની મજાક ઉડાવી. પરંતુ પ્રફુલે આ બધાથી પોતાને દૂર રાખ્યો.

ત્યાપ બાદ તેની દુકાન પર ઓપન માઇક સેશન અને બુક ડ્રાઇવનું આયોજન શરૂ કર્યુ. વેલેન્ટાઇન ડેના દિવસે તેની સિંગલ માટે ફ્રી ચા વાયરલ થઇ ગઇ. ત્યાંના બધા સિંગલ તેની દુકાન પર ચાલ્યા ગયા. તે ત્યારે પ્રસિદ્ધ થયો અને લગ્નમાં ચા પરોસવા માટે તેને ઓર્ડર મળવા લાગ્યા. 2 વર્ષબાદ પ્રફુલે તેનુ કેફે ખોલી લીધુ અને પૂરા ભારતમાં ફ્રેંચાઇઝી આપી. સ્પીચ આપવા માટે તેને આઇઆઇએમમાં આમત્રિત કરવામાં આવ્યો હતો.

પ્રફુલ જણાવે છે કે તેણે તેના ટી સ્ટોલનું નામ મિસ્ટર બિલ્લોરે અમદાવાદ ચાયવાલા રાખ્યુ, જેને શોર્ટમાં MBA ચાયવાલા કહે  છે. આવી રીતે તે MBA ચા વાળો બની ગયો. આજે તેનું કામ એટલું વધી ગયુ છે કે તેની સાથે 30 લોકો કામ કરે છે અને વર્ષનું ટન ઓવર 3 કરોડ રૂપિયા સુધી થાય છે.

 

View this post on Instagram

 

A post shared by MBA Chai Wala India (@mbachaiwalaind)

Shah Jina