ફોર્મની ચિંતાથી દૂર વિરાટ કોહલીએ “પુષ્પા”ના ‘ઓ અંટવા’ ગીત પર લગાવ્યા એવા જબરદસ્ત ઠુમકા કે…વાયરલ થયો વીડિયો

IPL 2022માં બાયો-બબલ્સની વચ્ચે પણ ખેલાડીઓ ખૂબ જ મસ્તી કરી રહ્યા છે. બુધવા એટલે કે 27 એપ્રિલના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વિસ્ફોટક ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલના લગ્નની પાર્ટી દરમિયાન ટીમના ખેલાડીઓએ જોરદાર ડાન્સ કર્યો હતો. આ દરમિયાન RCBનો સ્ટાર ખેલાડી વિરાટ કોહલી બ્લેક કુર્તા પાયજામા પહેરીને આવ્યો હતો.

તેણે શાહબાઝ અહેમદ અને આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ સાથે ખૂબ મસ્તી કરી હતી. ટીમના અન્ય ખેલાડીઓએ પણ જોરદાર ડાન્સ કર્યો હતો.વિરાટના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. RCB અને ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે તાજેતરમાં રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું.

જેમાં ઘણા ખેલાડીઓએ હાજરી આપી હતી. આ પાર્ટીમાં વિરાટ કોહલી સુપરહિટ ફિલ્મ પુષ્પાના આઇટમ ગીત ‘ઓ અંટવા’ પર જોરદાર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. વિરાટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બ્લેક કુર્તા પાયજામા પહેરેલો વિરાટ કોહલી આ વીડિયોમાં એકદમ હેન્ડસમ લાગી રહ્યો છે.

જો કે, કેટલાક લોકો આ વીડિયો જોયા બાદ તેને ખૂબ ટોણા મારી રહ્યા છે અને કહી રહ્યા છે કે IPLના પ્રદર્શન પર ધ્યાન આપો. વીડિયોમાં વિરાટ અન્ય ખેલાડીઓ સાથે પુષ્પાના ગીત પર ખૂબ જ મજેદાર ડાન્સ કરતો જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો આવતાની સાથે જ તેને વાયરલ થતા વધુ સમય નથી લાગ્યો.

ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલની વાત કરીએ તો, તેણે થોડા સમય પહેલા જ ભારતીય મૂળની છોકરી સાથે લગ્ન કર્યા હતા, જેની તસવીરો સામે આવી હતી. લગ્ન પછી તરત જ મેક્સવેલ IPL રમવા માટે ભારત આવ્યો હતો.તેથી અહીં પહોંચીને તેણે RCB ટીમનું શાનદાર સ્વાગત કર્યું હતું. જેમાં તમામ ખેલાડીઓએ ભાગ લીધો હતો. વિરાટ કોહલી IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી રહ્યો છે. આ વખતે પણ તે ટીમનો ભાગ છે.

પરંતુ અત્યાર સુધી તેના બેટથી કોઈ મોટી સિદ્ધિ જોવા મળી નથી. આ વખતે આઈપીએલમાં બે વખત શૂન્ય પર આઉટ થયેલો વિરાટ કોહલી હાલમાં માત્ર રમત જ નહીં પરંતુ તેના ડાન્સથી પણ છવાયેલો છે.ગ્લેન મેક્સવેલની પાર્ટીમાં બોલિવૂડ દિવા અનુષ્કા શર્મા પણ જોવા મળી હતી. તે તેના પતિ સાથે સુંદર પોઝ પણ આપતી જોવા મળી હતી.

અનુષ્કાએ તેના ઇન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી છે.આ તસવીરોમાં અનુષ્કા શર્મા પિંક કલરના સૂટમાં જોવા મળી રહી છે. આ ગુલાબી સૂટ અનુષ્કા પર ખૂબ જ સારો લાગી રહ્યો છે. ગુલાબી રંગ તેની સુંદરતામાં વધુ વધારો કરી રહ્યો છે. અનુષ્કા શર્માએ હેવી ગોલ્ડન ઈયરિંગ્સ, મિનિમલ મેકઅપ, સાઈડ પાર્ટેડ ઓપન હેર, પિંક બ્લશર સાથે આ લુક કમ્પ્લીટ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

તસવીરો શેર કરતાં અનુષ્કાએ લખ્યું- બબલમાં વેડિંગ ફંક્શન, હવે મને લાગે છે કે મેં લગભગ દરેક ફંક્શન અને ફેસ્ટિવલ બબલમાં સેલિબ્રેટ કર્યું છે. તેની બબલ લાઈફની ઝલક બતાવતા અનુષ્કાની આ પોસ્ટ દર્શાવે છે કે તે કોરોનાને કારણે બાયો બબલમાં રહેવા મજબૂર હોવા છતાં તેણે દરેક ક્ષણને આનંદથી જીવી છે અને ઉજવી છે.

Shah Jina