BREAKING NEWS : કિશન કેસ મામલે ATSની ટીમે દિલ્હીથી વધુ એક મૌલવીની અટકાયત કરી- જાણો સમગ્ર વિગત

છેલ્લા ૪-૫ દિવસથી અમદાવાદ જિલ્લાના ધંધૂકામાં કિશન ભરવાડની ચકચાર કેસ બાબતે આજે ATSની ટીમે આજે વધુ એક મૌલવીની અટકાયત કરી છે. દિલ્લીના મૌલાના કમરગની ઉસ્માનીની ગુજરાત ATSની ટીમે દિલ્લીથી અટકાયત કરી છે. કટ્ટરવાદી વિચારધારા ધરાવતાં મૌલાના કમરગની ઉશ્કેરણીજનક ભાષણો આપે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આજે બપોર સુધીમાં મૌલવીને અમદાવાદ લાવી ધરપકડ કરવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે કિશન કેસમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. જેમાં પાકિસ્તાનના 3થી 4 સંગઠનના નામ ખુલ્યાં છે. ધંધુકામાં આ મર્ડર કેસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. મૌલવીની ધરપકડ બાદ પૂછપરછમાં ખુલાસો કરવામાં આવ્યો છે. કિશન ભરવાડની હત્યાનો પ્લાન જમાલપુરમાં બન્યો હતો. આ સિવાય આરોપી ઐયુબને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ આરોપીના 14 દિવસના રિમાન્ડની માગ કરી શકે છે.

માલધારી યુવકના ખૂનના કેસમાં આરોપી મૌલાનાની ધરપકરડ બાદ ખુલાસો થયો છે. મૌલાના ઈસ્લામિક કટ્ટરવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. તે ઘટનામાં ફાયરિંગ કરી માલધારી સમાજના યુવકની હત્યાને મામલે પોલીસે આરોપી મુખ્ય સૂત્રધાર મૌલનાની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પોલીસ પુછપરછમાં દરમિયાન મૌલાનાનું કનેકશન ઈસ્લામિક કટ્ટરવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાનું ખુલ્યું છે. મૌલાના સોશિયલ મીડિયાથી યુવકોને પ્રેરિત કરતો હતો.

નોંધનીય છે કે કિશન ભરવાડ હત્યા પછી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર હિંદુ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં હિંદુ સંગઠનો દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. અને બધાની બસ એક જ માગ છે કે કિશનને ન્યાય આપો.

YC