મા આદ્યશક્તિની ભક્તિ કરવાનું પર્વ એટલે નવરાત્રી. નવરાત્રીના તહેવારને આડે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. દેશના ખૂણે-ખૂણે આસ્થા અને શ્રદ્ધાનો મહિલા જોવા મળે છે. આ તહેવારમાં નાના બાળકોથી લઈને યુવાન અને બધાને જ એક અનોખી ખુશી હોય છે. લોકો ઉપવાસ કરે છે, માતાજીના શૃંગાર કરે છે, અને બીજી ઘણી રીતે માતાજીની આરાધના કરે છે.
યુવતીઓ અને મહિલાઓ માતાની આરાધના ગરબે ઘુમીને અને પૂજા કરીને કરતી હોય છે. હવે સૌથી વધુ તકલીફ આમાં ત્યારે થાય જયારે નવરાત્રી દરમિયાન જ કોઈપણ યુવતી કે સ્ત્રીનો માસિકધર્મ શરુ થાય. હવે મૂંઝવણ એ વાતની થાય કે આ સમય કે આ દિવસો દરમિયાન પૂજા અને આરાધના કરવી જોઈએ કે નહિ.
વૈદિક ધર્મ અનુસાર માસિક ધર્મના દિવસોમાં મહિલાઓ માટે બધા જ કાર્યો વર્જિત હોય છે. માત્ર હિન્દૂ ધર્મમાં જ નહિ પરંતુ લગભગ બધા જ ધર્મમાં આ નિયમ લાગુ પડે છે. જયારે પણ મહિલાઓને પીરિયડ્સ આવે છે ત્યારે તેમના શરીરમાં નબળાઈ આવી જાય છે એટલે તેમણે ઘણા કાર્યોથી દૂર રાખવામાં આવે છે. હવે આ સવાલનો જવાબ મેળવતા પહેલા આપણે પહેલા માતાજીની પૂજા અને ઉપાસના વિશે જાણી લેવું જોઈએ.
વ્યક્તિ જયારે ઈશ્વરનો આભાર પ્રગટ કરવા જે વિધિ કરે તેને પૂજા કહેવાય છે પણ ઉપાસના એટલે ઉપ-આસના એટલે પોતાની સમક્ષ બેસવું. આધ્યાત્મિક રીતે જોઈએ તો દરેકમાં ઈશ્વરનો વાસ હોય છે. કર્મકાંડી પૂજામાં સુક્ષ્મ અને સ્થૂળ બંને બાબતો પર બરોબર ધ્યાન રાખવામાં આવ્યું છે. કર્મકાંડી પૂજામાં ધ્યાન, આહવાયન, આસન, સ્નાન, બોજાન જેવી વિધિ સામેલ હોય છે.
ધ્યાન અને આહવાન એ સુક્ષ્મ રીતે હોય છે પણ આના પછીની જે વિધિ આવે છે તે સ્થૂળ વસ્તુઓ સાથે કરવામાં આવે છે. પણ આ બધી વિધિ એ સંપૂર્ણ ભાવનાથી કરવામાં આવે છે જો તમે કોઈપણ પૂજા કે વિધિ ભાવના વગર કરો છો તો તેનો કોઈ અર્થ નથી. સ્થૂળ પૂજન એ ઘણા બધા પ્રકારે કરવામાં આવે છે. જેમાં पंचोपचार (5 પ્રકાર), दशोपचार (10 પ્રકાર), षोडशोपचार (16 પ્રકાર), द्वात्रिशोपचार (32 પ્રકાર), चतुषष्टि प्रकार (64 પ્રકાર), एकोद्वात्रिंशोपचार (132 પ્રકાર) વગેરેમાં ભગવાનની હાજરી માનીને તેમની સ્થાપના, સ્નાન, અર્ધ્ય, વસ્ત્ર, શૃંગાર, નૈવેધ, સુગંધ વગેરે અર્પણ કરીએ છીએ. પછી માતાજીની આરતી, સ્તુતિ, ભજન વગેરે જેવું કરીને માતાજીની આરાધના કરીએ છીએ. આ બધું જયારે પણ આપણે કરીએ ત્યારે મનમાં માતાજી પ્રત્યે સંપૂર્ણ શ્રધ્ધા અને વિશ્વાસ રાખીને કરવાનું છે. ભાવ એ ચહેરા પર નહિ પણ મનમાં પણ હોવો જોઈએ.
જેવી રીતે આપણા મનમાં ગમે ત્યારે શુભ અશુભ વિચારો અને વાતો આવી જતી હોય છે. જેવી રીતે આપણે સુખ અને દુઃખ મનથી જ વિચારી લેતા હોઈએ છીએ. સારી અને ખરાબ વાતો વિચારી લઈએ છીએ તેવી જ રીતે આપણે માતાની સ્તુતિ અને આરાધના મનથી પણ ગમે ત્યારે ગમે તેવી જગ્યાએ કરી શકીએ છીએ.
ધાર્મિક લાગણીની રીતે જોઈએ તો માસિકધર્મ દરમિયાન સ્ત્રી માતાજીને સ્પર્શ ન કરી શકે, પણ સ્પર્શ કર્યા વગર પણ માતાજીની આરાધના કરી જ શકે છે. મનમાં માતાજીનું નામ લેવું અને તેમની આરતી અને સ્તુતિ ગાઈ શકે છે. તેઓ વ્રત પણ કરી શકે છે. માતાજીની માનસિક સ્તુતિ અને આરતી કરવાથી પણ એટલી જ કૃપા અને આશીર્વાદ મેળવી શકો છો. એટલે સરળ ભાષામાં તમને જણાવીએ તો આનો અર્થ એ થાય કે માસિકધર્મ દરમિયાન સ્ત્રીએ માતાની છબીને સ્પર્શ કર્યા વગર મનમાં જ આરતી અને સ્તુતિ કરી શકે છે. વ્રત પણ કરવું હોય તો કરી શકે છે તેમાં કોઈપણ જાતની મુશ્કેલી આવતી નથી.