મંદિરમાં ચોરોએ કરી અનોખી ચોરી: CCTVમાં ઘટના કેદ, પહેલા ભગવાનને પગે લાગ્યા અને પછી ઉઠાવી લીધી મૂર્તિ

કોરોનાની મહામારીના કારણે ઘણી જગ્યાએ રાત્રી કર્ફયુ લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે આ રાત્રી કરફ્યુનો લાભ લઈને ઘણા ચોર ચોરી કરવા પણ નીકળી જતા હોય છે. ત્યારે બનાસકાંઠાના  દાંતીવાડા પાસે આવેલા મસાણીયા વીર મહારાજના મંદિરમાં એક જ મહિનાની અંદર બીજીવાર ચોરી થવાની ઘટના સામે આવી છે.

આ ચોર દ્વારા મંદિરની અંદર પ્રવેશીને પહેલા ભગવાનને પગે લાગ્યા અને પછી એજ ભગવાનની મૂર્તિ ચોરી કરી અને પલાયન થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ પણ થઇ ગતિ હતી જેને લઈને પોલીસે હવે તપાસ હાથ ધરી છે.

આ પહેલા મસાણીયા વીર મહારાજના મંદિરમાં મૂર્તિ ચોરી થવાની ઘટના સામે આવી હતી. જેમાં તસ્કરો દ્વારા મૂર્તિ ઉઠાવ્યા બાદ પાછી મૂકી દેવામાં આવી હતી, પરંતુ 8 એપ્રિલના રોજ ફરી મૂર્તિ ચોરી થવાની ઘટના બની છે.

સીસીટીવી ફુટેજની અંદર ત્રણ ચોર મૂર્તિની ચોરી કરવા માટે આવેલા દેખાય છે. મંદિરમાં સોના જેવી દેખાતી પંચધાતુની મસાણીયા વીર મહારાજની મૂર્તિ મુકવામાં આવી છે. જેના કારણે આ મૂર્તિને સોનાની સમજીને વારંવાર તેની ચોરી કરવામાં આવે છે.

જુઓ સીસીટીવી ફુટેજમાં સમગ્ર ઘટના:

Niraj Patel