ખબર

ભીની આંખે આપી શહીદ સત્યેન્દ્રને અંતિમ વિદાઈ, રડી રડીને સુજી ગઈ બહેનોની આંખો

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં થયેલા આતંકી હુમલામાં શહીદ સત્યેન્દ્ર કુમારનો મૃતદેહ શામલીના જનપદના કિવાના ગામમાં પહોંચ્યો, જ્યા રાજકીય સન્માન સાથે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. સત્યેન્દ્રના શહીદ થયાની ખબર મળતા જ આખા પરિવાર પર શોકનો પહાડ તૂટી પડ્યો હતો.

Image Source

શહીદ સત્યેન્દ્રની પત્ની સોનિયા, તેમની બે બહેનો રેખા અને રાખી ખૂબ જ રડી રહયા હતા. તેમની બંને બહેનો વારંવાર સત્યેન્દ્રની તસ્વીરને ગળે લગાવીને ધ્રુસકે-ધ્રુસકે રડી રહી હતી. નાની બહેન રાખી વારેવારે કહી રહી હતી કે ભાઈ તું તો 19 તારીખે આવવાની વાત કહીને ગયો હતો, પણ તું તો અમને છોડી જ ગયો. બંને બહેનોના હાલ જોઈને ત્યાં હાજર દરેકની આંખો રડી ઉઠી હતી.

Image Source

શુક્રવારે સવારે શહીદ સત્યેન્દ્ર કુમારના પરિજનોએ અંતિમ દર્શન કર્યા બાદ અંતિમ સંસ્કાર કર્યા, ત્યારે ઘરના બધાની જ આંખો ભીની હતી અને પાકિસ્તાન પ્રતિ આક્રોશ હતો. તેના ચાર વર્ષના દીકરાએ તેને મુખાગ્નિ આપ્યો. આખા પરિવારની જવાબદારી તેના જ ખભા પર હતી. પાંચ ભાઈ-બહેનોમાં તે સૌથી મોટો હતો. તેના બે બાળકો પણ છે, – જેમાંથી એક 4 વર્ષનો અને એક 2 વર્ષનો છે. પરિવારમાં એકલો સત્યેન્દ્ર જ હતો જે નોકરી કરતો હતો.

Image Source

છેલ્લા 2 વર્ષથી તેની પોસ્ટિંગ કાશ્મીરમાં હતી. શહીદ સત્યેન્દ્ર કુમારનો પરિવાર તેની શહાદત માટે બદલાની માંગ કરી રહ્યો છે. તેઓએ કહ્યું કે સરકારે આતંકવાદ વિરુદ્ધ સખત પગલાઓ ભરવા જોઈએ. શહીદ સત્યેન્દ્ર કુમારના અંતિમ સંસ્કારમાં કેટલાક નેતાઓ અને સામાજિક સંગઠન સાથે જિલ્લાના અધિકારીઓ પણ હાજર રહયા હતા.

Image Source

પરિજનો અનુસાર, તે 19 જૂને ફલાઇટથી આવવાનો હતો, કારણ કે ટ્રેનથી તેને ઘરે આવતા અને જતા રસ્તામાં મુસાફરીનો સમય જ 4-5 દિવસ જતો હતો. જેથી તેની બહેનોની વાત માનીને તે આ વખતે ફલાઈટથી ઘરે આવવાનો હતો. તેને યાદ કરીને તેની બહેનો ખૂબ જ રડી રહી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks