13 ફેબ્રુઆરીએ આકાશમાં જોવા મળશે દુર્લભ નજારો, ટેલિસ્કોપ વગર પણ તમે જોઈ શકશો

વેલેન્ટાઈન ડેના એક દિવસ પહેલા આકાશમાં થશે ચમત્કાર

આપણું આકાશ એટલા રહસ્યોને પોતાની અંદર છૂપાવીને બેઠું છે કે તેનો તાગ મેળવવો અશક્ય છે. રોજ રોજ એવી ખગોળીય ઘટનાનઓ બનતી રહે છે જે આપણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. આજના આધૂનિક વિજ્ઞાનમાં પણ આપણે આકાશના બધા રહસ્યો ઉજાગર કરી શક્યા નથી. પૃથ્વીની જેમ આકાશમાં અનેક ગ્રહો અને ઉપગ્રહો હાજર છે. જેમના પોતાના અલગ રહસ્યો છે. આપણા વૈજ્ઞાનિકો વર્ષોથી બીજા પર જીવ અંગે સંશોધન કરી રહ્યા છે. તો હવે લેટેસ્ટ માહિતી એવી સામે આવી છે કે 13 ફેબ્રુઆરીના રોજ આકાશમાં એક અદ્ભુત નજારો જોવા મળી શકે છે.

મળતી માહિતી પ્રમાણે આકાશમાં 13 ફેબ્રુઆરીના રોજ મંગળ અને શુક્ર એક સાથે જોવા મળશે. ખગોળશાસ્ત્રીઓ આ ઘટનાને અનોખી અને દુર્લભ બતાવે છે. તેમના કહેવા પ્રમાણે આ ઘટનાની સૌથી મહત્વની વાત એ છે કે, આ નજારો જોવા માટે તમારે કોઈપણ પ્રકારના ટેલિસ્કોપની જરૂર નહીં પડે. તેને તમે સામાન્ય આંખો વડે પણ જોઈ શકો છો. એસ્ટ્રોનોમર્સની ભાષામાં તેને કંજક્શન કહેવામાં આવે છે. ખગોળશાસ્ત્રીઓના મતે 13 ફેબ્રુઆરીના રોજ રાત્રે 9 વાગ્યેને 38 મિનિટે આ દુર્લભ નજારો આકાશમાં જોવા મળશે.

હવે તમને મનમાં થશે કે આટલા બધા તારોની વચ્ચે આપણે આ ઘટનાને કેવી રીતે જોઈ શકીશું. તો તમને જણાવી દઈએ કે આ અંગે એક અમેરિકી વેબસાઈટે આ ઘટના અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. આ વેબસાઈટ Nasa’s Jet Propulsion Laboratoryમાં હાજર પબ્લિક ડેટાને ભેગા કરીને અભ્યાસ કરે છે. જ્યારે 13 ફેબ્રુઆરીના રોજ આ દુર્લભ ઘટના બનશે ત્યારે મંગળ ગ્રહ ખુબ ચમકદાર થઈ જશે અને સાથે સાથે આ બન્ને ગ્રહ દક્ષિણની બાજુએ એકબીજા સાથે જોડાયેલા પણ જોવા મળશે.

આ ઘટના આકાશમાં એટલી સ્પષ્ટ રીતે જોવા મળશે કે તેના માટે તમારો કોઈ પણ પ્રકારના દુરબીન કે ટેલિસ્કોપની જરૂર નહીં પડે. કદાચ જો તમે આ ગ્રહોની ઓળખ ન કરી શકો તો તમે સુવિધા માટે એન્ડ્રોઈડ અને આઈઓએસ એપ્સનો પણ ઉપયોગ કરી શકો છો.

આ દુર્લભ નજારો જોવા માટે તમારી મદદ કરશે આ એપ. જેમના નામ છે SkyView Lite, Star Tracker and Star Walk 2. આ તમામ એપને તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. આ એપ તમને આ દુર્લભ નજારો જોવામાં ઘણી મદદ કરશે. તો આ 13 ફેબ્રુઆરીએ આકાશીય નજારો જોવાનું ચૂકતા નહીં… નહીં તો પછતાશો.

YC