લગ્ન પહેલા જ બાળકને જન્મ આપશે અક્ષયની આ અભિનેત્રી, પ્રેગનન્સીના 9 માં મહિને શેર કરી બેબી બમ્પની તસવીર

0

બૉલીવુડ એક્ટર અક્ષયકુમારની ફિલ્મ દેશી બોયઝના કામ કરી ચુકેલી બ્રાઝીલીયન એક્ટ્રેસ અને મોડેલ બ્રુના અબ્દુલ્લાહ પહેલી વાર મા બનવા જઈ રહી છે. બ્રુનાએ તેની પ્રેગ્નેન્સીને લઈને ખાસ પ્લાનિંગ કર્યું છે.


જણાવી દઈએ કે બ્રુનાએ લગ્ન પહેલા જ તેના બોયફ્રેન્ડ સાથે ફેમિલી પ્લાનિંગનું કદમ ઉઠાવ્યું છે. બ્રુનાની પ્રેગ્નેન્સીને 9 મહિના જેટલો સમય વીતી ચુક્યો છે. ત્યારે બ્રુનાએ તેના બેબીની ડીલેવરની લઈને તેને ખુદને પણ તૈયાર કરી લીધી છે. બ્રુનાએ ફેંસલો કર્યો છે કે, તે સિઝેરિયનથી નહિ પરંતુ નોર્મલ ડીલેવરથી બાળકને જન્મ આપશે.


બ્રુનાએ જણાવ્યું હતું કે,તેણીએ પહેલી જ ડીલેવરી પ્લાન કરી લીધી છે. તે તેના બાળકને પાણીમાં જન્મ દેશે. તેણીએ ડીલેવરની લઈને જણાવ્યું હતું કે, મને પાણી સાથે બહુજ પ્રેમ છે. અને પાણીમાં હું રિલેક્સ મહેસુસ કરી બાળકનો ઇન્તજાર કરવા માંગુ છું.


બ્રુનાએ વધુમાં જણાવ્યું હતું કે,હું બાળકની કુદરતી ડિલેવરી કરાવવા માંગુ છું. જેમાં કોઈ દવા અને ઓપરેશનનો ઉપયોગ કરવામાં ના આવ્યો હોય. પાણીમાં રહીને બાળકને જન્મ આપવાથી દર્દ ઓછું થાય છે. અને પાણીના ઉછાળાથી પ્રસવ પીડાથી રાહત મળે છે. એવું સાબિત થયું છે.

 

View this post on Instagram

 

@viralbhayani ・・・ Mama to be model #brunaabdullah snapped with hubby

A post shared by Bruna Abdullah (@brunaabdullah) on


જણાવી દઈએ કે, બ્રુના અને તેના બોય ફ્રેન્ડે જુલાઈ 2018માં સગાઈ કરી હતી. લગ્ન પહેલા બાળકના જન્મને લઈને બ્રુના ઘણી ખુશ દેખાઈ છે. બ્રુના આજકાલ તેની પ્રેગ્નેન્સી અને બેબી બમ્પ એન્જોય કરી રહી છે. તેને હાલમાં જ બેબી બમ્પ સાથેની ફોટો શેર કરી છે. બ્રુના તેની તબિયતને લઈને પણ સિરિયસ છે.

જણાવી દઈએ કે,બ્રુનાએ ફિલ્મ આઈ હેટ લવ સ્ટોરી, અક્ષય કુમારની ગ્રેન્ડ મસ્તી અને જોન અબ્રહામની દેશી બોયઝનું ફેમસ સોન્ગ સુબહ હોને ના દેમાં જોવા મળી ચુકી છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.