ફાઈવસ્ટાર હોટલમાં યુવકે સુંદર યુવતી સાથે લીધા સાત ફેરા, મહિના બાદ જ કરોડો લઈને થઇ ગયો ફરાર

દેશભરમાંથી લૂંટેરી દુલ્હનના ઢગલાબંધ કિસ્સાઓ સામે આવતા રહે છે, જેમાં કન્યાઓ વરપક્ષના હજારો, લાખો રૂપિયા અને ઘરેણાં લઈને ફરાર થઇ જતી હોય છે, આવા ઘણા કિસ્સાઓ આપણે સાંભળ્યા અને જોયા હશે, પરંતુ હાલમાં એક ઘટના લૂંટેરી દુલ્હનની નહિ પરંતુ લૂંટેરા વરરાજાનો કિસ્સો સામે આવ્યો છે.

ઇન્દોરમાં રહેવા વાળા એક લૂંટારુ વરરાજા લગ્નના એક મહિના બાદ જ કરોડો રૂપિયા લઈને અમેરિકા ભાગી ગયો છે. પત્ની અને તેના પરિવાર વાળાએ આ લૂંટેરા વરરાજા વિરુદ્ધ મુંબઈમાં ફરિયાદ નોંધાવી છે. આરોપ છે કે સોફ્ટવેયર એન્જીનીયર વરરાજા આ પહેલા બે છોકરીઓ સાથે આ પ્રકારે જ લૂંટ કરી ચુક્યો છે. પોલીસ હાલ મામલાની તપાસમાં લાગી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઈંદોરના લસુડીયા પોલીસ સ્ટેશન વિસ્તારના શાંતિ નિકેતનમાં રહેવા વાળા વિશાલ અગ્રવાલ સોફ્ટવેયર એન્જીનીયર છે. તેના પિતા પ્રોપર્ટીનું કામ કરે છે. 25 એપ્રિલના રોજ વિશાલના લગ્ન રાજસ્થાનના ઉદેપુરના તાજ પેલેસ લેકમાં નિધિ અગ્રવાલ સાથે થયા હતા. નિધિના પિતાએ સગાઈમાં વિશાલને 70 લાખ રૂપિયા રોકડ, લગ્નમાં 50 તોલા સોનુ અને 300 ગ્રામ ચાંદીના ઘરેણાં સમેત 90 લાખ રૂપિયાનું દહેજ આપ્યું હતું.

5 સ્ટાર હોટલમાં લગ્નના બધા જ રિવાજ કરવામાં આવ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે લગ્ન બાદ પણ વિશાલ પોતાની પત્ની દ્વારા સાસરીમાંથી પૈસા માંગતો રહેતો હતો. લગ્નના લગભગ એક મહિના બાદ કામનું કહીને તે અમેરિકા ચાલ્યો ગયો અને જયારે નિધિની ખબર પડી કે વિશાલ આ પહેલા પણ બે છોકરીઓ સાથે લગ્ન કરીને આ પ્રકારે લૂંટ કરી ચુક્યો છે. નિધિએ મુંબઈમાં વિશાલ વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો.

નિધિએ જણાવ્યું કે વિશાલ અમેરિકા ગયા બાદ સાસુ સસરા અને અન્ય સંબંધીઓએ ષડયંત્ર કરી તેને પિયર મોકલી દીધી. જયારે ઘણા દિવસ સુધી વિશાલ સાથે સંપર્ક ના થયો ત્યારે તેને પોતાની રીતે જ જાણકારી મેળવવા લાગી ગઈ ત્યારે ખબર પડી કે વિશાલ આ પહેલા પણ બે લગ્ન કરી ચુક્યો છે અને લગ્નના આઠ દિવસ બાદ જ ભાગી ગયો. બંને લગ્નમાં મોટું એવું દહેજ પણ લીધું હતું. પોલીસે નિધિની ફરિયાદના આધારે વિશાલ અને તેના માતા પિતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી લીધી છે.

Niraj Patel