પરણિત હોવા છત્તાં પણ આ ડાયરેક્ટર્સ પોતાની ફિલ્મની હિરોઇનને જ આપી બેઠા દિલ, કોઇકે તો પત્નીને છૂટાછેડા આપી કર્યા લગ્ન

બૉલીવુડ ડાયરેક્ટરોએ પરણિત હોવા છત્તાં પોતાની હિરોઇન જોડે ચાલુ કર્યું ઇલુ ઇલુ, કેટલાકે તો લગ્ન પણ કરી લીધા

ફિલ્મના સેટ પર હિરો-હિરોઇનની રિયલ લાઇફ લવ સ્ટોરી વિશે તો તમે ઘણુ સાંભળ્યુ હશે. ફિલ્મોમાં સાથે કામ કરતા કરતા ઘણીવાર હિરો-હિરોઇનને એકબીજા સાથે પ્રેમ થઇ જાય છે, પરંતુ ઘણીવાર એવું બન્યુ છે કે, કેટલીક અભિનેત્રીઓને તેમના જ ફિલ્મના ડાયરેક્ટર સાથે પ્રેમ થઇ જતો હોય છે.

બોલિવુડમાં ઘણા એવા નિર્દેશક રહ્યા છે જે પોતાની ફિલ્મોની હિરોઇનને દિલ આપી બેઠા અને એ પણ એવા કે જે પહેલાથી જ પરણિત છે. બોલિવુડમાં એકસ્ટ્રા મેરિટલ અફેર સામાન્ય વાત નથી. આજે અમે તમને કેટલાક એવા ડાયરેક્ટર વિશે જણાવીશુ કે જે પરણિત હોવા છત્તાં પોતાની ફિલ્મની જ હિરોઇનને દિલ આપી બેઠા અને પછી તેમને તેમની ભૂલનો અહેસાસ થવા પર તે પોતાની પત્ની પાસે પાછા જતા રહ્યા. જો કે, કેટલાકે તેમની પહેલી પત્નીને છોડી હિરોઇન સાથે લગ્ન કરી લીધા.

1.રોહિત શેટ્ટી : ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટી ફિલ્મોમાં કાર ઉડાવવા માટે પ્રખ્યાત છે. તેમની ફિલ્મોમાં કોમેડી અને એક્શન સીનની જબરદસ્ત ભરમાર હોય છે, જેના કારણે તેમની ફિલ્મો હિટ પણ જતી હોય છે. તેમની ગોલમાલ સિરીઝે તો બધાને ઘણા હસાવ્યા છે. રોહિત શેટ્ટીએ વર્ષ 2005માં માયા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા. તેમનું લગ્નજીવન સારું ચાલી રહ્યું હતું, પરંતુ ત્યારબાદ રોહિતના જીવનમાં અભિનેત્રી પ્રાચી દેસાઈનું આગમન થયું. બોલ બચ્ચનના શૂટિંગ દરમિયાન, રોહિત પ્રાચી દેસાઈ તરફ આકર્ષિત થઇ ગયા અને બંને સાથે રહેવા લાગ્યા. પરંતુ બાદમાં રોહિત શેટ્ટીએ પ્રાચી દેસાઈ સાથેનો સંબંધ તોડી નાખ્યો અને પત્ની પાસે પાછા જતા રહ્યા.

2.અનુરાગ કશ્યપ : અનુરાગ કશ્યપ એક તેજસ્વી દિગ્દર્શક છે. તેમની ફિલ્મના શૂટિંગ દરમિયાન તેમની મુલાકાત કલ્કિ કોચલીન સાથે થઈ હતી. પરિણીત હોવા છતાં, તે કલ્કી સાથે પ્રેમ કરી બેઠાઅને 2009માં તેમણે 6 વર્ષનું લગ્નજીવન તોડી નાખ્યું અને 2011માં કલ્કી સાથે લગ્ન કર્યા. તેમના લગ્ન પણ લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને 2015માં બંનેના છૂટાછેડા થઈ ગયા.

3.બોની કપૂર : બોની કપૂર અને શ્રીદેવીની લવ સ્ટોરી વિશે કોણ નથી જાણતું. તેઓ ફિલ્મો કરતાં શ્રીદેવી સાથે લગ્નને લઇને વધુ પ્રખ્યાત થયા હતા. બોની કપૂરે 1983માં મોના કપૂર સાથે લગ્ન કર્યા હતા, આ લગ્નથી તેમને અંશુલા અને અર્જુન નામના બે બાળકો હતા. પરંતુ શ્રીદેવી સાથે લગ્ન કરવા માટે બોનીએ 1996માં મોના કપૂરને છૂટાછેડા આપી દીધા હતા. જો કે, શ્રીદેવી હવે આ દુનિયામાં નથી અને તેમને આ લગ્નથી પણ બે બાળકો છે, એક દીકરી જાહ્નવી કપૂર અને બીજી દીકરી ખુશી કપૂર.

4.આદિત્ય ચોપરા : યશ ચોપરાના પુત્ર આદિત્ય ચોપરાના લગ્ન 2001માં પાયલ ખન્ના સાથે થયા હતા, પરંતુ આદિત્યનું દિલ રાની મુખર્જી પર આવી ગયું. 2009માં આદિત્યએ તેની પત્ની પાયલને છૂટાછેડા આપીને રાની મુખર્જી સાથે લગ્ન કરી લીધા.

5.રાજ કપૂર : બોલિવૂડ શો મેન કહેવાતા રાજ કપૂરને હંમેશા એક મહાન કલાકાર, નિર્માતા અને દિગ્દર્શક તરીકે યાદ કરવામાં આવે છે. રાજ કપૂરે 1930માં તેમની પિતરાઈ બહેન ક્રિષ્ના મલ્હોત્રા સાથે લગ્ન કર્યા હતા અને આ દંપતીને 5 બાળકો હતા. કહેવાય છે કે રાજ કપૂર પોતાના સમયની પ્રખ્યાત અભિનેત્રી નરગીસને ખૂબ પસંદ કરતા હતા. તમને જણાવી દઇએ કે, બંનેએ આવારા અને શ્રી 420 જેવી હિટ ફિલ્મો આપી છે. જો કે બંનેનું અફેર 10 વર્ષ સુધી ચાલ્યું, પરંતુ અંતે નરગીસે ​​સંબંધ તોડી નાખ્યો, કારણ કે રાજ કપૂર પોતાની પત્ની અને બાળકોને છોડવા તૈયાર ન હતા.

6.રામગોપાલ વર્મા : ઉર્મિલા માતોંડકરે રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘રંગીલા’માં કામ કર્યું હતું. આ દરમિયાન રામગોપાલ વર્મા ઉર્મિલાની સુંદરતા પર ફિદા થઇ ગયા હતા. બંનેના અફેરની ચર્ચાઓ ઈન્ડસ્ટ્રીમાં જોર જોરથી ઉડવા લાગી હતી. કહેવાય છે કે જ્યારે રામ ગોપાલ વર્માની પત્ની રત્માને તેમના અફેરની ખબર પડી ત્યારે તેણે ગુસ્સામાં ઉર્મિલા માતોંડકરને થપ્પડ માર્યો હતો. આ ઘટના બાદ ઉર્મિલા રામગોપાલ વર્માથી અલગ થઈ ગઈ હતી.

7.રમેશ સિપ્પી : શોલે જેવી સુપર હિટ ફિલ્મો આપનાર નિર્દેશક રમેશ સિપ્પીએ ગીતા સાથે લગ્ન કર્યા હતા અને તેઓ સુખી લગ્ન જીવન જીવી રહ્યા હતા, પરંતુ તેમના જીવનમાં ટીવી અભિનેત્રી કિરણ જુનેજા આવી. રમેશ કિરણને દૂરદર્શનના શો બુનિયાદના સેટ પર મળ્યા હતા અને ત્યારબાદ બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. રમેશે કિરણ સાથે લગ્ન કરવા માટે તેમની પત્નીને છૂટાછેડા આપી દીધા હતા, જે તેમના પુત્રની ઉંમરની હતી.

8.વિક્રમ ભટ્ટ : ફિલ્મ ડાયરેક્ટર વિક્રમ ભટ્ટ કામ કરતા પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. વિક્રમે તેમની બાળપણની મિત્ર અદિતિ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ જ્યારે વિક્રમનું અફેર સુષ્મિતા સેન સાથે શરૂ થયું ત્યારે વિક્રમ ભટ્ટના લગ્ન તૂટી ગયા. તેમના અફેર અને લગ્ન બંને તૂટવાને કારણે તે એટલા દુઃખી થઈ ગયા હતા કે તેમણે આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું મારી પત્ની અને બાળકોને છોડીને હંમેશા દુઃખી રહીશ. મેં તેમને ઘણું દુઃખ પહોંચાડ્યું, જેનું દર્દ હંમેશા મારી સાથે રહેશે.

9.મહેશ ભટ્ટ : મહેશ ભટ્ટે અંગત અને વ્યાવસાયિક જીવનમાં ખૂબ જ બોલ્ડ નિર્ણયો લીધા હતા. મહેશ ભટ્ટે કિરણ ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા, તે દરમિયાન તેમના જીવનમાં પરવીન બોબી આવી હતી. શરૂઆતથી જ તેમના સંબંધોમાં મુશ્કેલી હતી અને ટૂંક સમયમાં જ મહેશ ભટ્ટને સમજાયું કે તેઓ પરવીન બાબી સાથે રહી શકશે નહીં. પછી તે તેમની પહેલી પત્ની સાથે પાછા ફર્યા. ત્યારબાદ તેમના જીવનમાં સોની રાઝદાન આવી અને તેઓ તેને પ્રેમ કરવા લાગ્યા અને પત્નીને છૂટાછેડા આપ્યા ન હોવાથી તેમણે ઇસ્લામ ધર્મ સ્વીકારી સોની રાઝદાન સાથે લગ્ન કર્યા.

10.ઇમ્તિયાઝ અલી : ઇમ્તિયાઝ અલીએ પ્રીતિ સાથે લગ્ન કર્યા હતા, આ લગ્નથી તેમને એક પુત્રી પણ હતી. પરંતુ બાદમાં પાકિસ્તાની મોડલ સાથે અફેરના સમાચારો ઉડવા લાગ્યા હતા. જેના કારણે 2012માં તેમના લગ્ન તૂટી ગયા હતા.

11.ગુરુ દત્ત : ગુરુ દત્તે સાહિબ બીવી ઔર ગુલામ અને પ્યાસા જેવી ફિલ્મો આપી છે. ગુરુ દત્તે એક અભિનેતા અને દિગ્દર્શક તરીકે ખૂબ પ્રશંસા મેળવી હતી. તેઓ તેમના વ્યવસાયિક જીવનમાં ખૂબ જ શિસ્તબદ્ધ હતા. ગુરુ દત્તના લગ્ન ગીતા દત્ત સાથે થયા હતા. દારૂ અને ધૂમ્રપાનના વ્યસનને કારણે તેમનું પારિવારિક જીવન ખૂબ જ અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ત્યારબાદ તેમના જીવનમાં વહિદા રહેમાન આવી અને તેમનું તેની સાથે અફેર હતું. જોકે, ગુરુ દત્તે વહિદા રહેમાન માટે પત્નીને છોડી ન હતી.

12.વિક્રમ ભટ્ટ : અમીષા પટેલ અને વિક્રમ ભટ્ટની મહોબ્બતનો પણ આ લિસ્ટમાં સમાવેશ થાય છે. વિક્રમના પ્રેમમાં પડ્યા બાદ અમીષા માતા-પિતાની સામે પણ જતી રહી હતી. માતા-પિતાનું ઘર છોડીને અમીષાએ વિક્રમ સાથે લિવઇનમાં રહેવાનું શરૂ કર્યું. 5 વર્ષ ડેટિંગ કર્યા બાદ બંનેનું બ્રેકઅપ થઈ ગયું.

Shah Jina