ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ પાસે છે આલીશાન પ્રોપર્ટી, ઘરોની તસવીર જોઇ તો આંખો રહી જશે પહોળી

આ આલીશાન મહેલમાં રહે છે ફેસબુકનો માલિક માર્ક ઝુકરબર્ગ, 1400 એકડ જમીન અને 10 ઘરોના માલિક છે…જુઓ બ્યુટીફૂલ PHOTOS

ફેસબુકના ફાઉન્ડર અને દુનિયાના ટોપ-5 અમીરોમાંના એક માર્ક ઝુકરબર્ગ તે લોકોમાંના એક છે જે તમને વધારે ચમક ધમક સાથે જોવા નહિ મળે. તે હંમેશા ઓફ વ્હાઇટ કે ગ્રે કલરની ટી બ્લુ જીન્સમાં જોવા મળે છે. પરંતુ બધા બિઝનેસમેનની જેમ માર્ક ઝુકરબર્ગ પણ પ્રોપર્ટીમાં ખૂબ જ ઇન્વેસ્ટ કરે છે. તેમનો રિયલ એસ્ટેટ પોર્ટફોલિયો 320 મિલિયન ડોલરનો છે.

માર્ક ઝુકરબર્ગ પાસે પાલો ઓલ્ટો, સૈન ફ્રાંસિસ્કો, લેક તાહો અને હવાઇમાં લગભગ 1400 એકડ જમીન અને 10 ઘર છે. જો કે, તેઓ જેટલું કમાય છે કે હિસાબે ઘર પર ખર્ચ એટલો નથી. ફોર્બ્સ અનુસાર, તેમની કુલ વેલ્થ 120 બિલિયન ડોલર ઉપર છે.

કેલિફોર્નિયાના પાલો ઓલ્ટોનું આ ઘર 5,617 વર્ગ ફૂટમાં  ફેલાયેલુ છે. જેમાં પાંચ બેડરૂમ, લાકડાના ફર્શન વાળા 0.41 એકડમાં પાંચ બાથરૂમ છે. તેમણે લગ્ન કર્યાના એક વર્ષ પહેલા 2011માં $7 મિલિયનમાં આ ઘરને ખરીદ્યુ હતુ.

બ્રશવુડ એસ્ટેટમાં 6 એકડ જમીન પર 5,322 વર્ગ ફૂટ, 6 બેડરૂમ, પાંચ બાથરૂમવાળુ ઘર છે. પરમિટ રેકોર્ડ અનુસાર મુખ્ય ઘરમાં એક અગાશી અને એક ગેરેજ છે. જયારે ગેસ્ટ હાઉસમાં એક ડેક છે.

આજે આ હવેલીનું બધુ બદલાઇ ગયુ છે. હવેલીમાં એક સ્વિમિંગ પુલ, એક સનરૂમ, એક એન્ટરટેનમેંટ પૈવેલિયયનસ બાર્બેક્યુ, સ્પા અને બરામદે છે. પહેલા આ ઘરને ઓસ્કર ડે લા રેંટા ફેશન શો અને લેક તાહો સમર મ્યુઝિકલ ફેસ્ટિવલની મેજબાની કરી હતી.

લેક તાહો, જે કેલિફોર્નિયા અને નેવાદા સીમા પર છે, દાયકાથી સેલિબ્રેટીની તે પસંદગીતા જગ્યા રહી છે, જેમાં ફ્રેંક સિનાત્રા, કિમ કાર્દિશયન અને જીન સીમન્સના ઘર છે, જે વેકેશન મનાવવા આવે છે.

ઝુરકબર્ગે કેલિફોર્નિયાના ડોલોરેસ હાઇટ્સમાં વર્ષ 2012માં એક ઘર ખરીદ્યુ હતુ. 7368 વર્ગ ફૂટમાં ફેલાયેલુ આ ઘર શહેરના અંદર છે. તેને ઝુકરબર્ગે 10 મિલિયન ડોલરમાં ખરીદ્યુ હતુ. પછી તેને રીનોવેશનમાં 1.8 મિલિયન ડોલરનો અલગથી ખર્ચ કર્યો હતો. આ ઘરમાં ચાર ફ્લોર છે અને 23 રૂમ છે. વર્ષ 1928ની આ પ્રોપર્ટીને ઝુકરબર્ગે પૂરી રીતે બદલી લીધી છે.

ઝુુકરબર્ગને હવાઇથી ઘણો લગાવ છે. આ કારણ છે કે, તેમણે ત્યાં પણ જમીન ખરીદી છે. વર્ષ 2014માં તેમણે અહીં 707 એકડ જમીન પર 116 મિલિયન ડોલર ખર્ચ કર્યા હતા. લોકલ ન્યુઝપેપર ગાર્ડન આઇલેન્ડ અનુસાર અહીં 16 કાર ગેરેજ અને ઓફિસ સાથે 6100 વર્ગ ફૂટનું ઘર સામેલ છે.

તમે જાણતા જ હશો કે ઘણા લોકો નાની ઉંમરે પણ કોડિંગ શીખવાનું શરૂ કરે છે. પરંતુ FB સીઈઓ માર્ક ઝુકરબર્ગની પુત્રી ફક્ત 3 વર્ષની ઉંમરે કોડિંગ શીખી રહી છે. આ તેમણે પોતે જ જણાવ્યું છે. ફેસબુકના સીઈઓએ ફેસબુક પર એક ફોટો પોસ્ટ કર્યો છે.

માર્ક ઝુકરબર્ગે પોસ્ટ કરેલા ફોટામાં તેમની પુત્રી ઓગસ્ટ બાળકો માટે ઉપલબ્ધ કોડિંગ પ્લેટફોર્મ કાનો સાથે એપલ મે કબુક પ્રો પર રમી રહી છે. તેમની દીકરી આ વર્ષે ઓગસ્ટમાં 4 વર્ષની થઈ જશે.

તેમણે જણાવ્યું હતું કે હું એટલું જ કહેવા માંગુ છું કે કિડ્સને ભણાવવું એ સૌથી ધીરજની કસોટી લે છે. મારો એક્સ્પિયરન્સમાં મેં કરેલું આ સૌથી હાર્ડ કામ છે. તેની લાડલી એક મિનિટમાં ફક્ત 1 થી 2 શબ્દ લખી શકે છે.

ઘણી વાર એવું બને છે કે જ્યારે તે અક્ષરને એક શબ્દ બનાવે છે, તે પછી કોઈ ભૂલ પડે તો તે રીમુવ કરવાનું બટન ત્રણ વાર દબાવશે. તે પછી તેણે આખો શબ્દ ફરીથી લખવો પડે છે.

Shah Jina