પત્નીના બેબી બંપ ઉપર હાથ રાખીને માર્ક ઝકરબર્ગે વ્યક્ત કરી ત્રીજીવાર પિતા બનવાની ખુશી, જાહેર કર્યું કે દીકરો આવશે કે દીકરી, જુઓ

મેટાના સ્થાપક ઝકરબર્ગના ઘરે ખુશીઓ ટૂંક સમયમાં ફરી દસ્તક આપવા જઈ રહી છે. માર્ક ઝકરબર્ગ ફરી એકવાર પિતા બનવાના છે, જેની ખુશીમાં તેમનો હરખ સમાઈ રહ્યો નથી. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર આ ખુશખબર શેર કરતા તેણે તેની પત્ની સાથેની એક તસવીર પોસ્ટ કરી છે, આ સાથે જ એક શાનદાર કેપશન પણ લખ્યું છે.

38 વર્ષીય માર્ક ઝકરબર્ગે તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે, “આટલો પ્રેમ શેર કરતા આનંદ થાય છે કે આવતા વર્ષે મેક્સ અને ઓગસ્ટને નવી બહેન મળી રહી છે!” આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટની તસવીરમાં માર્ક ઝકરબર્ગ અને તેની પત્ની ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, માર્ક ઝકરબર્ગની 6 વર્ષની મોટી દીકરીનું નામ મેક્સિમા અને 5 વર્ષની નાની દીકરીનું નામ ઓગસ્ટ છે.

55.9 બિલિયન ડોલરની પ્રોપર્ટીના માલિક માર્ક ઝકરબર્ગ તેમની પત્ની પ્રસિલા ચાનને પહેલીવાર પાર્ટીમાં મળ્યા હતા. બંને 2003થી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. આના લગભગ 9 વર્ષ પછી, તેઓએ 2012માં લગ્ન કર્યા. તાજેતરમાં દંપતીએ લગ્નની દસમી વર્ષગાંઠ ધામધૂમથી ઉજવી. 2015માં દંપતીએ ચેન ઝકરબર્ગ સંસ્થાની શરૂઆત કરી.

ઝકરબર્ગ દંપતી ફેસબુકના શેરની 99 ટકા સંપત્તિ આ સંસ્થાને દાન કરશે. આ સંસ્થાનો ઉદ્દેશ્ય સ્વસ્થ ભવિષ્યનું નિર્માણ કરવાનો છે. ‘ચેન ઝકરબર્ગ’ સંસ્થાનું ધ્યાન વિજ્ઞાન, શિક્ષણ, ન્યાય જેવા વિષયો પર છે. ઝકરબર્ગની પોસ્ટ વૉલ પર આવતાની સાથે જ ચાહકો તરફથી અભિનંદન સંદેશાઓની સંખ્યા સતત વધી રહી છે. લોકો તેમને અભિનંદન સંદેશ દ્વારા પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

Niraj Patel